સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને ભારે નુકસાન
2547 જેટલા ફીડર બંધ, 186 ટીસી ખોટવાયા,વીજ પુરવઠો પૂર્વવત કરાવવા વીજ કર્મીઓ ઊંધા માથે
સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. 1092 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અને 4048 વીજપોલ ધરાશાયી થયા છે. 2547 જેટલા ફીડર બંધ થયા છે. 186 ટીસી ખોટવાયા છે. હાલ વીજ પુરવઠો પૂર્વવત કરાવવા વીજ કર્મીઓ ઊંધામાથે થયા છે.
બીપરજોય વાવાઝોડામાં ભારે પવન સાથે વરસાદ આવતા સૌથી વધુ નુકસાન પીજીવીસીએલને થયું છે પીજીવીસીએલની સર્કલ વાઇઝ સ્થિતિ જોઈએ તો રાજકોટ ગ્રામ્યમાં 136 વીજ પુલ ધરાસાઈ થયા હતા ઉપરાંત 173 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા હતા ત્યારે મોરબી સર્કલ હેઠળ 125 વીજપોલ ધરાશાઈ થયા હતા. ચાર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યારે 148 એગ્રીકલ્ચર તેમજ એક જ્યોતિગ્રામ ફીડર બંધ થયા છે.
પોરબંદર સર્કલ હેઠળના વિસ્તારોમાં 621 વીજ પોલ ધરાસાઈ થયા છે 109 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે ઉપરાંત 177 એગ્રીકલ્ચર ચાર અર્બન અને 40 જ્યોતિગ્રામ ફીડર બંધ થયા છે. જુનાગઢ સર્કલ હેઠળના વિસ્તારોમાં 909 વીજ પોલ ધરાસાઈ થયા છે. પાંચ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 149 એગ્રીકલ્ચર અને એક જ્યોતિ ગ્રામ ફીડર બંધ થયું છે.
જામનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં 1521 વીજપોલ ધરાસાઈ થયા છે 526 ગામોમાં પુરવઠો ખોરવાઈ ગયો છે. 520 એગ્રીકલ્ચર 151 જ્યોતિ ગ્રામ અને 26 અર્બન ફીડર બંધ થયા છે. ભુજ સર્કલ હેઠળના વિસ્તારોમાં 160 વીજ પોલ ધરાશાઇ થયા છે. 329 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 240 એગ્રીકલ્ચર, 78 જ્યોતિગ્રામ અને 21 અર્બન ફીડર ઓફ બંધ થયા છે.
ભાવનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં 48 વીજપોલ ધરાશાઇ થયા છે. આઠ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 80 એગ્રીકલ્ચર, સાત જ્યોતિગ્રામ અને એક અર્બન ફીડર બંધ થયું છે અંજાર સર્કલના વિસ્તારોમાં 27 વીજપોલ ડેમેજ થયા છે. 77 ગામોમાં પુરવઠો ખોરવાયો છે. એગ્રીકલ્ચરના 161 અર્બનના 24 અને જ્યોતિગ્રામના 32 ફીડરો બંધ થયા છે. બોટાદ સર્કલ હેઠળના વિસ્તારોમાં 130 વીજપોલ ધરાશાઈ થયા છે. 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 87 એગ્રીકલ્ચર અને સાત જ્યોતિગ્રામ ફીડર બંધ થયા છે.
અમરેલી સર્કલ હેઠળના વિસ્તારોમાં 274 તરસાઈ થયા છે પાંચ ગામોમાં વિથ પુરવઠો ખોરવાયો છે. 210 એગ્રીકલ્ચર ફીડર તેમજ પાંચ જ્યોતિગ્રામ ફીડર બંધ થયા છે. સુરેન્દ્રનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં 97 થયા છે 16 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે 157 એગ્રીકલ્ચર અને બે જ્યોતિ ગ્રામ ફીડર બંધ થયા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં 45 જીઆઇડીસી ફીડર પણ બંધ થયા છે વધુમાં 186 ટીસી ડેમેજ થયા હોવાનું પણ પીજીવીસીએલ તંત્ર જણાવી રહ્યું છે આમ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 4048 વીજ પોલ ધરાશાઇ થયા છે. 1092 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે ઉપરાંત 2102 એગ્રીકલ્ચર, 324 જ્યોતિગ્રામ અને 71 તેમજ 45 જીઆઇડીસી મળી કુલ 2547 ફીડર બંધ થયા છે.