images 2023 05 31T103753.883સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવનના કારણે મોટુ નુકસાન

પીજીવીસીએલએ યુદ્ધના ધોરણે કામગીરી કરી તમામ ગામોનો વીજ પુરવઠો ચાલુ કરાવ્યો, 330 પોલ બદલાવી નાખ્યા : 1411 ફીડરમાં ફોલ્ટ આવ્યો,  980 ફીડરનો ફોલ્ટ દૂર કરી દેવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. જેને પગલે પીજીવીસીએલને ભારે નુકસાની સહન કરવી પડી હતી. અંદાજે 1084 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ કર્મીઓએ વીજ પુરવઠો ચાલુ કરાવ્યો હતો.

પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસના કંટ્રોલ રૂમ દ્વારા અપાયેલ વિગતો મુજબ પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર- કચ્છના વિસ્તારમાં ગઈકાલે ભારે પવનને કારણે 1084 ગામડામાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. આજે સવારની સ્થિતિએ બધા જ ગામડામાં પુરવઠો શરૂ થઈ ગયેલ છે.

ગઈકાલે કુલ 1411 ફીડર ફોલ્ટમાં આવેલ હતો. જેમાં વીજ કંપનીની ટેકનિકલ ટીમોએ 980 ફીડરનો ફોલ્ટ દૂર કરી વીજ પુરવઠો કાર્યરત કરી આપેલ હતો  જ્યારે અત્યારે બાકી બંધ રહેલ 431 ફીડરમાં રીપેરીંગની કામગીરી ચાલુ છે. ગઈકાલે ભારે પવનથી કુલ 970 પોલ ડેમેજ થયેલ હતા  જેમાં 330 પોલ બદલી આપવામાં આવેલ છે અને બાકી રહેતા 640 પોલ બદલવાની કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતવરણ સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે પીજીવીસીએલના અનેક ઉપકરણોને નુકસાની પહોચી હતી. જો કે પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હાલ સુધી આ રીપેરીંગ કામગીરી ચાલી રહી છે. હાલ જે ફીડર બંધ છે તેને રીપેર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે વીજ પોલ ડેમેજ થયા છે તેને બદલવાની કામગીરી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.