અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના કહેરને કારણે અંદાજે 2500 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો તેમજ કાંઠા વિસ્તારમાં અમુક ગામોમાં સલામતીના કારણોસર વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો. વીજળીનો પુરવઠો અવિરત રાખવા માટે વીજ કર્મીઓએ સતત ફિલ્ડમાં દોડધામ કરી હતી. અતિ ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અંદાજે 2200 થી વધુ ફીડર બંધ પડ્યા. જેમાં 600 જેટલા ઉંૠઢ ફીડર, 1400 જેટલા અૠ ફીડર, 150 જેટલા અર્બન ફીડર, 70 જેટલા ઈન્ડસ્ટ્રીયલ ફીડરનો સમાવેશ થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે અૠ ફીડર શરૂ કરવામાં પીજીવીસીએલની ટીમોને અવરોધ આવી રહ્યો છે.
અતિ ભારે પવન અને વરસાદને કારણે કુલ 220 પોલ ડેમેજ થયેલ છે.તીવ્ર વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને જામનગર વિસ્તારમાં થયું છે. વાવાઝોડા વેળાએ વીજપુરવઠો અવિરત ચાલુ રાખવાના પ્રયાસના ભાગરૂપે વિજકર્મીઓએ જીવના જોખમે સમારકામ ચાલુ રાખ્યું હતું. જે પ્રયાસોને અધિકારીઓએ બિરદાવ્યા હતા.