સામાન્ય પવનમાં પોલ ધરાશાયી થતાં નબળા કામની પોલ ખુલી
રાજુલા વિસ્તારમાં દરીયા કાંઠે પવન ની ગતી તેજ બની જતા તાજેતર માં આ વિસ્તાર મા વીજ પાવર સપ્લાય ના મોટા મોટા વીજ પોલ ટાવર પીપાવાવ થી કોવાયા વચ્ચે જે લાઈન પીપાવાવ માં જાય છે ત્યાં પડી ગયા અને ઘણા બેન્ડ વળી ગયા છે જેના કારણે આ વિસ્તાર મા વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. આ હાઇપર પાવર ટેન્શન પોલ પડી જવાને કારણે પીપાવાવ મા લોડીંગ અને અનલોડિંગ નુ કામ થોડા સમય માટે બંધ થઈ ખોરવાય ગયુ છે. આ મોટા પોલ થોડા એવા પવન માં ધરાશાયી થતાં કેટલી નબળી કામગીરી થઇ હશે તેવું લોકો જણાવી રહ્યા છે.
આ વીજ પોલ લોખંડ ની ગડર ચેનલ ના બનેલા હોય છે તેનુ વજન પણ વધારે હોય છે જેથી તેને જમીન મા ખાડા કરી કોંક્રિટ કરી ફાઉન્ડેશન ભરી ને ઉભા કરવાના હોય છે જેથી કરીને સામાન્ય વાવાઝોડા જેવો પવન ફુકાય તો પણ આ વીજ પોલ ટાવર પડે કે વળે નહીં આમ છતાં પવન ની સામન્ય ગતી મા આ વીજ પોલ પડી ગયા અને બેન્ડ વળી ગયા જેથી કરીને આ કામગીરી કરવામાં કામ કરનાર અને કામ કરાવનાર લોકો ની ગંભીર ભુલ અને ઘોર બેદરકારી દાખવવા મા આવી એ લોકો સામે બહાર આવેલ છે
જે વીજ પોલ બચી ગયા છે તેની મજબુતી ની પણ તપાસ કરવી જોઈએ જેથી આગળ ના દિવસો મા એ વીજ પોલ પડે નહિ.