નર્મદાની કેનાલ ઉપર ઈલેકટ્રીક મશીન મુકી અને સરકારી વાયર સાથે જોડાણ આપી પાણી મેળવતા ખેડૂતો પર વીજતંત્રે ચેકિંગ હાથ ધર્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ચોરીના બનાવો વધુ બનતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના લીયાદ ગામે મોડી રાત્રે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગામમાં પ્રવેશ મેળવતા ની સાથે જ લીયાદ ગામની સીમમાં વીજળી ચોરી થતી હોવાની આશંકા ઉભી થતા ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ઇલેક્ટ્રિક મશીન મૂકી અને પાણી મેળવતાં ખેડૂતો ની મોટરો અને મશીનો પીજીવીસીએલની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે આ ઇલેક્ટ્રીક મશીન માં સીધી સરકારી વીજ લાઈનો માં જોડાણ આપી અને ખેડૂતો દ્વારા વીજળી ચોરી કરાતી હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે મોડી રાત્રે અચાનક પીજીવીસીએલની ટીમ દ્વારા લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવતા ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે લિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર સૌપ્રથમ ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રીક મશીન મા કે જે ખેતીલક્ષી પાણી ખેંચવા માટે ઉપયોગમાં કરવામાં આવતા તે મશીન ઇલેક્ટ્રિક જોડાણ સિધુ સરકાર ઈલેક્ટ્રીક લાઈનમાં આપવામાં આવ્યું હોવાનું બહાર આવવા પામ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે પીજીવીસીએલની ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતા ઈલેક્ટ્રીક મશીનો અને સામગ્રી કબજે મેળવી લીધી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામેથી ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચોરી કરતાં ઈલેક્ટ્રીક મશીનો સહિત છ લાખનો મુદ્દામાલ અને વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે ત્યારે હાલમાં આ તમામ મુદ્દામાલ કબજે લેવાની કામગીરી ચુડા પીજીવીસીએલ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ચુડા પીજીવીસીએલ દ્વારા રાતોરાત ચેકિંગ
લીયાદ ગામ માં વીજચોરી થતી હોવાની જાણકારી ભાવનગરની પીજીવીસીએલની ટીમ દ્વારા આપવામાં આવી ત્યારબાદ ચુડા પીજીવીસીએલની ટીમ સફાળી જાગી અને રાતોરાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું..હાલમાં શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે ગુલાબી ઠંડી નો પણ કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પાકના પિયત માટે નર્મદાની કેનાલ માથે મશીનો મૂકી અને પાણી પિયત માટે મેળવવામાં આવી રહ્યું છે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના લીયાદ ગામ ના ખેડૂતો દ્વારા પણ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને પિયત માટે ત્યાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી ઇલેક્ટ્રીક મશીન અને ડીઝલ મશીન થી પાણી નર્મદાની કેનાલમાંથી મેળવવામાં આવી રહ્યું છે. ત્યારે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામ માં ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રીક મશીન મારફતે નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવામાં સરકારી લાઈનમાં સીધું જોડાણ કરતું હોવાની રાવ ફરિયાદ ભાવનગર પીજીવીસીએલ ડીવીઝનમાં પહોંચી હતી ત્યારે ભાવનગર પીજીવીસીએલ ડિવીઝન દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતની જાણ ચુડા પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે ચુડા પીજીવીસીએલની ટીમ સફાળી જાગી ઊઠી અને રાતોરાત લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઇલેક્ટ્રિક મશીન માં સરકારી લાઈન માંથી વીજળી મેળવી અને ખેડૂતો દ્વારા પાણી ખેંચવામાં આવતું હોવાનું બહાર આવવા પામ્યું હતું. ત્યારે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા નર્મદાની કેનાલ ઉપર જ ચેકિંગ હાથ ધરતા છ લાખની વીજચોરી ઝડપાઈ છે.
પીજીવીસીએલની ટીમે ઈલેકટ્રીક મશીન કબજે ન લેતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામે છ લાખ ની વીજળી ચોરી ગતરાત્રે ઝડપાઈ છે જેમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રિક મશીન અને સીધું જોડાણ આપી અને વીજળી મેળવી અને પિયત માટેનું પાણી મેળવવામાં આવતું હતું તે સમયે વીજ તંત્ર સફાળું જાગી અને લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે ત્યારે વપરાયેલા સાધનો કબજે મેળવતા સમયે પીજીવીસીએલની ટીમ દ્વારા પાણી ચોરી કરતા ઈલેક્ટ્રીક મશીનોને કબજે ન લેવામાં આવતા અનેક તર્ક વિતર્કો હાલમાં આજુબાજુના ગામમાં થવા લાગ્યા છે. ત્યારે અચાનક ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવતા લીયાદ ગામ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.