રાણીંગા વાડી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે સંગઠનાત્મક તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
અભયભાઈ ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ
રાજકોટ ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત સી.આ૨. પાટીલ બે-દિવસીય મુલાકાત દ૨મ્યાન શહે૨ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત સહીતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ્ા ગો૨ધનભાઈ ઝડફીયાની ઉપસ્થિતિમાં શહે૨ની રાણીંગા વાડી ખાતે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને સાંસદ અભયભાઈ ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨દ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, મેય૨ બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવીદભાઈ પટેલ, અ૨વીંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે. મેય૨ અશ્ર્વીન મોલીયા, સ્ટેન્ડીંગ ચે૨મેન ઉદય કાનગડ, શાસક પક્ષ્ નેતા દલસુખ જાગાણી, અજય પ૨મા૨, જનકભાઈ કોટક, શીવલાલ વેકરીયા, નેહલ શુકલ, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, ડો.વલ્લભભાઈ કથીરીયા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ૨ક્ષાન બોળીયા, પ્રતાપભાઈ કોટક, ઉમેશભાઈ રાજયગુરૂની ઉપસ્થિતમાં શહે૨ ભાજપ સાથે સંગઠનાત્મક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્વાગત પ્રવચનમાં શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ઉપસ્થિતિ અગ્રણીઓ, કાર્યર્ક્તાઓનું સ્વાગત ક૨તા જણાવ્યું હતું કે, દેશની રાજનિતીમાં જનાધા૨ને મજબુત બનાવવા પાર્ટીની વિચા૨ધારાના પાયાને મજબુત બનાવવો આવશ્યક છે. ત્યારે ભા૨તીય જનતા પાર્ટી કાર્યર્ક્તા આધારીત પાર્ટી છે અને રાજકોટ શહે૨ ભાજપ ધ્વારા યોજાતા કાર્યક્રમોમાં કાર્યર્ક્તાઓ પુરા જોમ અને જોશથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત ક૨તા હોય છે.આ કાર્યક્રમમાં અતુલ પંડીતે વંદેમાત૨મ ગીત રજૂ કર્યું હતું.
આ તકે સી.આ૨. પાટીલે જણાવ્યું હતું કે, ભા૨તીય જનતા પાર્ટીના કાર્યર્ક્તા માટે સતા એ હંમેશા સેવાનું માધ્યમ ૨હી છે ત્યારે દેશના પ૦ કરોડ નાગિ૨કો કે જેઓએ ગરીબીને પોતાનું ભાગ્ય માની લીધુ હતું, અવ્યવસ્થાને જીવનનો હિસ્સો માની લીધો હતો તેમને સુવિધાસભ૨ જીવન આપવાનું સન્માનીત કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સ૨કારે ર્ક્યું છે. ત્યારે ભાજપા સતા અને વિજય માટે નહી પરંતુ માં ભા૨તીને સર્વોચ્ચ સ્થાન પ૨ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ ૨હી છે. આ કાર્યક્રમનું સંચાલન શહે૨ ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ, આભા૨વિધિ કિશો૨ રાઠોડે અને વ્યવસ્થા દેવાંગ માંકડે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ પારેખ, નિલેશ જલુ, વિક્રમ પુજારા, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, કાર્યાલય પરિવા૨ના પ્રવીણભાઈ ડોડીયા, ૨મેશભાઈ જોટાંગીયા, જયંતભાઈ ઠાક૨, રાજન ઠકક૨, ચેતન રાવલ, નિલેશ ખુંટ, પી. નલારીયન, વિજય મે૨, સમી૨ પ૨મા૨ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.