સાંજે ક્રાઇસ્ટ સ્કુલ ખાતે વિશેષ કાર્યક્રમ: અબતકને અપાઇ વિગતો
દાંડીયાની મોજ સાથે સેહત તંદુરસ્ત રાખવા પાવર ગરબાની નવો ટ્રેન્ડ શરુ થયો છે. જેના અનુસંધાને સાંજે ૫.૩૦ કલાકે કાલાવાડ રોડ, ક્રાઇસ્ટ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમના આયોજકોએ આજરોજ અબતકને વિશેષ વિગતો આપી હતી. મુંબઇના કોરીયોગ્રાફર અને ફિટનેસ ટ્રેનર સત્યજીત બોરાએ કહ્યું હતું કે, પાવર ગરબા ફીટનેસ પ્રોગ્રામ બે વર્ષ પહેલા લોન્ચ થયો હતો. હવ સટીફીકેટ પણ આપવામાં આવે છે. ૮ શહેરોમાં અમારા ૧૭૦થી વધુ ટ્રેનર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગરબા સાંસ્કૃતિક મહત્વની સાથે ફિટનેસ માટે પણ જરુરી છે. ગરબાના વિવિધ સ્ટેપ શરીરના સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે. પાવર ગરબાથી કલ્ચરની સાથે ફીટનેસ જળવાય છે હાલ આ કોન્ટેપ્ટ વધુ ટ્રેન્ડમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે કાર્યક્રમનું આયોજન દિવ્યાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.