વિકાસની રફતાર જેમ વધુ તેજ બનતી જાય છે તેમ તેમ ઊર્જાનો વપરાશ વધે તે સ્વભાવિક છે, પરંતુ વપરાશ અને ઉત્પાદનનું સંતુલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ અનિવાર્ય બની છે, છેલ્લા કેટલાક સમયથી દેશ પર આવી પડેલી વીજ કટોકટીની સીધી અસર વિકાસ પર થયા વગર ન રહે તે સ્વભાવિક છે,
વીજળીના ઉત્પાદન માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા કોલસાની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી ખેંચ ની અસર પણ દેશમાં વર્તાય રહી છે,વીજ વપરાશમાં કરકસર અને ખાસ કરીને વીજચોરીના દૂષણનો ભાર ઘટાડવા ની જરૂરિયાત છે, બિનજરૂરી વપરાશ અને ચોરી થી વીજ ખેચ ઉભી થઇ રહી છે તે દેશના તંદુરસ્ત અર્થતંત્ર માટે અપશુકનિયાળ ગણાય, ઉર્જા ઉત્પાદનમાં કોલસા અને પરંપરાગત હાઇડ્રોકાર્બન ઈંધણ ની જગ્યાએ હવે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતો વિકસાવવાની દિશામાં આપણો દેશ ઘણું જ આગળ ની મ ઝલ કાપી ચૂક્યો છે પરંતુ હજુ સોર ઉર્જા, પવન ઊર્જા જળ ઉર્જાના માધ્યમથી વીજઉત્પાદન માટે ઘણું કરવાનું બાકી છે, ત્યારે હાલની કટોકટીને નિવારવા માટે વીજળીનો વ્યય અટકાવી કરકસર ભર્યા ઉપયોગ નું શસ્ત્ર અનિવાર્ય બન્યું છે, વિધુતખેચ વિકાસના રોડ મેપ ને અંધકારમય બનાવી ન દે તેમાટે સાવચેતી ની હવે જરૂર છે