૧૦ ટીમ દ્વારા રૂ.૬ લાખથી વધુનો દંડ ફટકારાયો
થાન શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ ૧૩૧ વીજ કનેક્શનોમાં ચેકીંગ કરાયું હતું અને ૪૩ વીજ કનેક્શનોમાં ગેરરીતી માલુમ થઇ હતી અને ગેરરીતી કરતા ઇસમોને કુલ રૂપિયા ૬ લાખ જેટલા દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પગલે વીજચોરી કરતાંતત્વોમાં ફફળાટની લાગણી ફેલાઇ છે.
થાન શહેરમાં વીજચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. જેને લઇને થાન પીજીવીસીએલ ૧૦ ટીમો દ્વારા શહેરના ફાટક બહારના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૩૧ વીજ કનેક્શનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૩ વીજ કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડ્યું હતું. આી પીજીવીસીએલની ટીમ દ્વારા ૪૩ વીજકનેક્શન ધારકોને કુલ રૂપિયા ૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યોહતો. શહેરમાં વીજચેકિંગની ટીમો ત્રાટકી હોવાના સમાચાર ફેલાતા અન્ય વીજચોરી કરતા શખ્સોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.
જિલ્લાના તાલુકાઓના ગામડાઓમાં મોટાપાયે વીજ ચોરીતી હોવાની ફરિયાદ તંત્રને મળતી હોય છે. જેના પગલે તંત્રદ્વારા અવારનવાર ઓચિંતુ ચેકિંગ હાથ ધરી વીજચોરી ઝડપી લેવામાં આવે છે. થાન શહેરી વિસ્તારમાં વીજતંત્ર દ્વારા અચાનક વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૩ જેટલા કનેક્શનમાં વીજ ચોરી ઝડપાતાં દંડ ફટકારાતા વીજ ચોરી કરતાં તત્વોમાં ફફળાટ ફેલાયો છે.