ન્યુયોર્કની સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો અભ્યાસ : ભારતમાં પ્રખ્યા બ્રાંન્ડ બિસ્લેરીના બોટલમાં દર એક લીટરે પ્લાસ્ટિકના ૫૦૦૦ સુક્ષ્મકણ મળી આવ્યાં

ઘરની બહાર નીકળીએ એટલે આપણે ઘણી વસ્તુઓ એવી આરોગતા હોઇએ છીએ કે જે આપણને ખૂબ જ હાનિ પહોંચાડે છે. પરંતુ એના અતિ નુકશાનથી આપણે અજાણ હોઇએ છીએ. જેમાં પાઉચ અને બોટલમાં વેચાતા પાણીનો પણ સમાવેશ થઇ જાય છે. ન્યુયોર્કની સ્ટેટ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, પાઉચ તો ઠીક બોટલનું પાણી પણ શરીર માટે હાનિકારક છે. પૃથ્વી પરના કુલ પીવાના પાણીમાંથી ૯૦% પાણી પાઉચ અને બોટલમા વેંચાય છે.જે સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

વૈજ્ઞાનિકોએ બ્રાઝીલ, ઇન્ડિયા, ચીન, ઇન્ડોનેશિયા અને યુએસ સહિત ૯ દેશોની અલગ-અલગ ૧૧ બ્રાન્ડોની ૨૫૯ પાણીની બોટલો પર અભ્યાસ કર્યો હતો. જેમાંથી ભારતમાંથી મુંબઇ, દિલ્હી અને ચેન્નઇના અલગ-અલગ ૧૯ સ્થળોએથી સેમ્પ લેવાયા હતા આ અભ્યાસમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવી એકવાફીના, એવીએન અને ભારતીય બ્રાન્ડ બીસ્લેરીનો ટેસ્ટ કરાયો હતો. ચેન્નઇમાંથી લીધેલા બીસ્લેરીની બોટલોના દર એક લીટર પાણીમાંથી પ્લાસ્ટિકના ૫૦૦૦ સુક્ષ્મકણ નીકળ્યા હતા. જે નરી આંખે પણ જોઇ શકાય નહીં. લોકોને શુધ્ધ પાણી આપવાના માત્ર વાયદાઓ કરતી કંપનીઓના વોટ બોટલમાંથી આ પ્રકારે પ્લાસ્ટિકના સુક્ષ્મકણો મળતા ઘણાં પ્રશ્નો ઉભા થાય છે. આ પાણી પીવાથી કર્કરોગ થઇ શકે છે. પાણીના આ સેમ્પલમાંથી નાયલોન ૧૬% જોવા મળ્યું છે. ૨૫૯ બોટલોમાંથી ૯૩ ટકા બોટલોમાં પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા છે. અગાઉ પણ આ જ ટીમ દ્વારાઆ અભ્યાસ કરાયો હતો. જેની સરખામણીએ આ વખતે બે ગણા વધુ પ્લાસ્ટિક કણો જોવા મળ્યા છે. ભારતમાં નાના-મોટા અનેક સ્થળોએ વિવિધ બ્રાંન્ડો દ્વાર પાણી વેચાયો છે. અને આ પાણીની શુધ્ધતા સહિતન બાબતોનું નિયંત્રણ ભારતમાં બ્યુરો એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ અને ફુડ એન્ડ ડ્રગ એડમિન્સ્ટ્રેશન એફડીએ કરે છે આ અભ્યાસ રજૂ થયા બાદ એફડીએ કંઇ જવા આપ્પો નથી. ભારતમાં વર્ષ ૨૦૧૬માં રુપિયા ૭૦૪૦ કરોડના પાણીની બોટલો વેચાઇ હતી.

national
national

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.