બટેટાનો ભાવ ઘટતા ખેડુતોને પુરતા ભાવ નહી મળે તેની સરકારને ઉપાધી
બનાસકાંઠાના ખેડુતો આજે વેપારીઓની ધારણાં છે ક ગત વર્ષ કરતા વાવેતર સારૂ થતા ૧૫ ટકા બટેટાના ઉત્પાદનમાં વધારો થઇ શકે છે. ૨૦૧૭ માં ગુજરાતમાં ૧૭.૧૦ લાખ ટન બટેટાનું ઉત્પાદન રહ્યું હતું જે દેશભરના બટેટાના ઉત્પાદનનો ૯ ટકાનો ભાગ રહ્યો હતો. જો કે ઉત્૫ાદન વધતા ખેડુતોને ઓછા ભાવમાં બટેટા વહેચવા પડશે અને સરકારે પણ ઉપાધી વેઠવી પડી શકે છે.
કારણ કે ખેડુતોને યોગ્ય ભાવ નહી મળે તો બટેટાનો બગાડ થશે. રાજયકૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે આ વર્ષે બટેટાના ઉત્૫ાદનમાં વધારો થવાની ધારણા છે. માટે ખેડુતોને તેના પુરતા ભાવ મળી રહે માટે તેઓ યોજના બનાવી રહ્યા છે. અને તવો સ્ટોક ૧પ દિવસમાં જ આવવાની શકયતા છે. ડિશાની બજારોમાં બટેટાનો ભાવ ૬ રૂપિયા કિલો છે. ત્યારે જુના પહેલા બટેટા કોલ્ડ સ્ટોરેજમાં ર રૂપિયા કિલો પડયા છે.
બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ ઓનરે જણાવ્યું હતું કે નવા પાક આવવાની તૈયારી છે. અને કોલ્ડ સ્ટોરેજમાં હજુ પણ જુના બટેટા પડયા છે. તેમણે તે બટેટાના ખેડુતો અને માલિકોને ફોન કર્યા પરંતુ તેમના ફોન ઉપાડતા નથી. તેઓ ખેડુતોને બટેટા રાખવા લોન પણ આપે છે. ખેડુતોએ બટેટાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા ૧ કિલો પ્રતિ પ રૂપિયા ચુકવવા પડે છે. તો ખેડુતો ઓછા ભાવને લઇને પરેશાન દેખાઇ રહ્યો છે. જો વધુ ઉત્૫ાદન વઘ્યું તો બટેટાની તો રેલમછેલ થશે પરંતુ ખેડુતોની માઠી સર્જાશે.