બટાટાના ભાવ ઊંધે કાંધ પટકાયા છે. રાજ્યમાં બટાકામાં હબ સમાન ડીસા સહિતની જગ્યાએ રવિ પાકનો બમ્પર ક્રોપ આવતા ગુણવત્તાયુક્ત બટાકાના ભાવ પણ ગગડયા છે. સારા રવી પાકને લીધે બટાટાના ભાવ ઉત્પાદક અને ગ્રાહક એમ બંને ક્ષેત્રે 50% સુધી ઘટ્યા છે. બટાકાના ભાવ ઘટીને 5 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ઉપરોક્ત માહિતી સરકારી આંકડાને આધીન છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયએ આપેલા આંકડા અનુસાર, 20 માર્ચે બટાટાની છૂટક કિંમત રૂ. 10 પ્રતિ કિલોના નીચેના સ્તરે રહ્યા હતા. એક વર્ષ પહેલા તે 20 રૂપિયા પ્રતિ કિલો હતા. જો કે, બટાટાના ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બટાટાના ભાવ ગગડતા ખેડૂત માટે ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યું છે.
ફૂડ પ્રોસેસીંગ મંત્રાલયના આંકડા મુજબ, એક વર્ષ અગાઉ 20 માર્ચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહારના 60 મોટા બટાટાના ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રદેશોમાંથી 25માં તેના જથ્થાબંધ ભાવોની તુલના કરવામાં આવે છે. જે 50% સુધી નીચે આવ્યા છે. ઉત્તર પ્રદેશના સંભાલમાં અને ગુજરાતમાં ડીશામાં બટાટાના ભાવ ત્રણ વર્ષના સરેરાશ ભાવ એટલે કે 6 રૂપિયા પ્રતિ કિલોથી નીચે ચાલી રહ્યા છે.
એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બટાટાના ભાવ પ્રતિ કિલોના રૂ. 8 રહ્યા હતા. અન્ય રાજ્યોમાં તેના ભાવો 10 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. તેવી જ રીતે 20 માર્ચે, ગ્રાહક ક્ષેત્રમાં બટાટાના જથ્થાબંધ ભાવો એક વર્ષ અગાઉની સરખામણીએ 50 ટકા ઓછા હતા. દિલ્હી સહિત 16 ગ્રાહક વિસ્તારોમાં બટાટાના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. ઉદાહરણ તરીકે, 20 માર્ચે પંજાબના અમૃતસર અને દિલ્હીમાં બટાટાની કિંમત પ્રતિ કિલોના પાંચ રૂપિયાના નીચા સ્તરે હતી. ચેન્નઈમાં તેની મહત્તમ કિંમત રૂ. 17 હતી. રિટેલ બજારોમાં પણ આવું જ વલણ જોવા મળ્યું હતું.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 20માર્ચે બટાટાની છૂટક કિંમત 10 રૂપિયા પ્રતિ કિલોના નીચા સ્તરે હતી. એક વર્ષ પહેલા તે 20 રૂપિયા પ્રતિ કિલો હતું. ઉદાહરણ તરીકે, 20 માર્ચે દિલ્હીમાં બટાટાની છૂટક કિંમત એક વર્ષ પહેલાં 30 રૂપિયા પ્રતિ કિલોની તુલનામાં 15 રૂપિયા પ્રતિ કિલો હતી.
ઉપભોક્તા બાબતોની સચિવ લીના નંદને કહ્યું કે, અમે ગ્રાહક પક્ષ વતી કિંમતો પર નજર રાખીએ છીએ. આ વર્ષે બટાટાનો પાક ઘણો સારો રહ્યો છે. મંડીઓમાં અંદરની આવક સારી છે અને ગ્રાહકો માટે છૂટક ભાવ સારા છે. ખેડૂતોને સારા ભાવ નહીં મળવા અંગે નંદને કહ્યું કે, કૃષિ મંત્રાલય આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યું છે. કદાચ મંત્રાલય આ સંદર્ભે કોઈ દરખાસ્ત પર વિચાર કરી રહ્યું છે.