આગામી ખરીફને સંભવિત તીડના આક્રમણ પહોંચે તે પહેલા ડામી દેવા ભારતે આગોતરૂ આયોજન કર્યુ
ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટી હિસ્સો ખેતીમાં પણ છે. ત્યારે દર વર્ષે તિડોનું આક્રમણ ભારતના વિવિધ રાજયોમાં થાય છે. કરોડોની સંખ્યામાં તથા તીડના હુમલાથી ખેડુતોના પાકને મોટું નુકશાન થતું હોય છે. જેથી સરકાર દ્વારા ખેડુતોને મુંઝવતો તીડના પ્રશ્ર્નને હલ કરવા માટે તીડનું ઉદ્દભવ સ્થાન ઇરાન અને પાકિસ્તાનની બોર્ડર પરના રણ વિસ્તારમાં જંતુનાશક દવાઓની છંટકાવ કરવા માટેની પ્રસ્તાવ માટે ભારતે ઇરાન અને પાકિસ્તાનની સરકાર સાથે વાતચીત કરી હતી.
વિદેશ બાબતોના મંત્રાલયના અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તીડ દ્વારા થતાં આક્રમણને ડામવા માટેની નિશ્ર્ચય કર્યો છે. તાજેતરમાં જ ભારતે ઇરાન અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા રણ વિસ્તારમાં તીડનું ઉદભવ સ્થાન મુખ્ય ગણાય છે. તેનો ડામવા માટે ઇરાન સાથે મીટીંગ કર્યા બાદ ર૦ હજાર લીટર પેસ્કીસાઇડ ઇરાન મોકલવામાં આવ્યું હતું.
અગાઉ પણ તીડના આક્રમણ સામે લડવા માટે ભારતે તીડ પર દવા છાંટવા માટે ડ્રોન અને હેલીકોપ્ટરનો ઉપયોગ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.
ઇરાન-પાક. બોર્ડર પર આવેલ રણ વિસ્તારને તીરનો ઉદભવ સ્થાન માનવામાં આવે છે. તીડ ઇરાન-પાક. બોર્ડર પરથી પાકિસ્તાન થઇને ભારતમાં આવતા હોય છે. તેમજ તીડ હંમેશા પવનની દિશા પ્રમાણે જ ગતિ કરતા હોય છે. તીડનો ઉપદ્રવ ભારત પર ખુબ છે. વર્ષોથી તીડ ખેડુતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડે છે જેને ડામવા માટે ભારત સરકાર ઇરાન-પાક. સાથે મળીને ઓપરેશન કરવાની તૈયારી દર્શાવી છે. તેમજ ભારતે તીડને નાથવા માટે પેસ્ટીસાઇઝ તેમજ મશીનરી સહિતની સવલતો પૂરી પાડવા માટેની તૈયારી કરી છે.