સામગ્રી:
૧-૨કિગ્રા બટેટા બાફેલા
૨ ચમચી મીઠું
૧-૪ ચમચી મરચું પાવડર
૧-૨ કપ શિંગોળાનો લોટ
તળવા માટે તેલ
૧-૨ કપ ખાટું દહીં
૧-૨ લીમડાના પાન
૧-૨ ચમચી જીરું
૨-૩ લાલ મરચાં
૧ ચમચી આદું પેસ્ટ
૧-૨ ઘાણા જીરું પાવડર
4 કપ પાણી
રીત:
સૌ પ્રથમ શિંગોળાના લોટમાં મીઠું, મરચું તેમજ ઉમેરીને એક લોટ ત્યાર કરો ત્યારબાદ ત્યાર કરેલ લોટ ને થોડી વાર રાખી તેમાથી નાની નાની પકોડી ત્યાર કરો.ત્યારબાદ તેલ ગરમ કરો અને પકોડીને તળી લો. અને તેને ટીશ્યુ પેપર પર કાઢી તેમાથી તેલ અલગ થાય ત્યાં સુધી અલગ કાઢી લો. ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં લીમડાના પાન, જીરું લાલ મરચાં ઉમેરો જ્યારે થોડું ગરમ થવા આવે ત્યારે આદુ ઉમેરો અને થોડું મીઠું ઉમેરો. તેમાં દહીં થોડું મીઠું તેમજ લોટ ઉમેરી થોડું ઘટ્ટ થવા દો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં પકોડી ઉમેરી દો. કોથમીરથી ગાર્નિશ કરો તો ત્યાર છે બટેટાની કઢી…