ઘર ઘરમાં ખવાતા બટાટા વિશે જાણવા જેવું
કહેવાય છે કે પોર્ટુગીઝ ભારતમાંથી મસાલા લઈને ગયા અને બટેટા આપતા ગયા !
૮૦૦૦ વર્ષો પૂર્વે બટેટાની ખેતીની શરૂઆત થઈ હોવાનું ઇતિહાસવિદોનું અનુમાન
આજે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં ઘરે-ઘરે શાકભાજીમાં બટેટા નો સૌથી મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બટાટા આવ્યા ક્યાંથી અને બટાટાની ખેતી ક્યારથી શરૂ થઇ તે બાબતે જાણવા જેવું છે.
આજે દરેક ઘરમાં જોવા મળતા બટેટા પોર્ટુગીઝ ભારતમાં સન ૧૪૯૮માં લઈને આવ્યા હતા. કહેવાય છે કે પોર્ટુગીઝ ભારતમાંથી મસાલા લઈને ગયા અને બટેટા આપતા ગયા. ઘીમે ઘીમે બટેટા શાકભાજીનો રાજા બની ગયા. બટેટાની ખેતીની શરૂઆત દક્ષિણ અમેરિકાના પેરુમાં થઈ હતી.
ઈતિહાસકારોના માનવા પ્રમાણે ૮૦૦૦ વર્ષો પૂર્વે બટેટાની ખેતીની શરૂઆત થઈ હતી. પેરુમાં ૧૪૩૮થી ૧૫૩૨ સુધી રાજ કરનાર ઈન્કા સામ્રાજ્યએ બટેટાની ખેતીમાં મોટું યોગદાન આપ્યું છે. ત્યારના લોકો કૃષિમાં કુશળ હતા અને એમણે સીધા ચઢાણવાળા વિસ્તારમાં ખેતી કરવાની શરૂઆત કરી હતી. ૧૫૩૨માં સ્પેને સોનું-ચાંદી લુંટવા માટે પેરુમાં આવ્યા અને તેમને સોના-ચાંદી સાથે બટેટા પણ મળ્યા અને આમ બટેટાની સફરની શરૂઆત થઈ.
જ્યારે બટેટા યુરોપ પહેંચ્યા ત્યારે ત્યાના લોકોએ ઘણાં સમય સુધી તો ખાધા જ નહી. કેમ કે બેસ્વાદ અને બેડોળ દેખાતી વસ્તુ ત્યાના લોકો ખાતા જ નહી. જે છોડ નીચે બટેટા ઉગે તેનો ઉપયોગ ઘર સજાવવામાં કરતા. આખરે ૨૦૦ વર્ષો બાદ યુરોપના લોકોએ બટેટાને આહારમાં અપનાવ્યા. ત્યાં સુધીમાં તો બટેટા નીચલા વર્ગના લોકોના ભોજનનો ભાગ બની ચુક્યા હતા. યુરોપના જ એક દેશ આર્યલેન્ડમાં બેટેટાના ઉપયોગથી કઈ અલગ જ પરિણાણો મળ્યા.
કહેવાય છે કે સન ૧૫૯૦થી ૧૮૪૫ વચ્ચે આર્યલેન્ડની જનસંખ્યા એટલી તેજીથી વધતી ગઈ કે ૧૦ લાખથી ૮૦ લાખે પહોંચી ગઈ. પરંતુ આના પછી જે થયું એ ઈતિહાસમાં નોંધનીય હતું. હકીકતમાં આર્યલેન્ડમાં ૧૮૪૫થી ૧૮૪૯ સુધી બટેટાની ખેતી સંપૂર્ણ બરબાદ થઈ ગઈ. એ સમયે ત્યાના ૪૦ ટકા લોકોનો ખોરાકનો મુખ્ય હિસ્સો બટેટા હતો.
પરિણામે લોકો ભુખથી મરવા લાગ્યા અને લગભગ ૨૦ લાખ લોકો પોતાનું ઘર છોડીને દુનિયાના બીજા ભાગોમાં ચાલ્યા ગયા. તેથી અચાનક જ ત્યાની જનસંખ્યા ૨૦ ટકા ઘટી ગઈ. ત્યાર બાદ ૧૮૪૯ પછી ઘીરે ઘીરે પાક આવતો ગયો અને ફરી જનસંખ્યા બરોબર થઈ ગઈ.
જેને આપણે બટેટા કહીએ છીએ તેને પોર્ટુગીઝ બટાટા કહે છે. ભારતમાં બટેટા પહેલાથી જ આવી ગયા હતા પરંતુ સન ૧૮૫૦માં જ્યારે અંગ્રેજી સામ્રાજ્ય ભારતમાં પોતાના મુળીયા પુરી રીતે મજબુત કરી ચુક્યા હતા ત્યારે તેઓએ આપણને ભારતમાં બટેટા ઉગાડવાનું શિખવ્યું.
આમ, ભારતમાં બટેટાની ખેતી શરૂ થઈ. ભારતમાં ૧૯૩૫થી શિમલા, કુફરી હિમાતલ અને કુમાયુ હિલ્સ પર પોટેટો બ્રિડીંગની શરૂઆત કરવામાં આ. ત્યાર બાદ ભારત સરકારે એનું નામ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ રાખી દીધું. આ ત્રણેય રિસર્ચ સેન્ટરને મેળવીને ૧૯૫૬માં શિમલાને હેડ ક્વાર્ટર બનાવ્યું. આ સાથે જ ૧૯૪૯માં પટનામાં તેની એક બીજી સંસ્થા પણ ખોલવામાં આવી.
ચોખા અને ઘઉં પછી બટેટા સ્ટેપલ ફુડ રૂપે ભારતમાં ત્રીજો મુખ્ય પાક છે. ચીન અને રુસ પછી ભારત સૌથી વધુ બટેટા ઉત્પાદન કરતો દેશ છે. તામિલનાડુ અને કેરળને બાદ કરતા દેશના દરેક રાજ્યમાં બટેટાનું ઉત્પાદન થાય છે. શિમલાના રિસર્ચ સેન્ટરમાં ૪૮ નવી જાતો વિકસાવી છે. જે ખેતી માટે વાપર શકાય.
આખી દુનિયામાં બટેટાની ૫,૦૦૦ જાતોનો ઉપયોગ થાય છે. અને બીજી ૨૦૦ જંગલી બટેટાની જાતો શોધી કાઢી છે. ગુજરાતમાં ખેડા જિલ્લો સૌથી વધુ બટેટાનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ગુજરાત ભરમાં ત્યાથી બટેટા મોકલવામાં આવે છે.
બટાટાના ભાવ અત્યારે આસમાને
આ વર્ષે બટાટાનું હોબેશ ઉત્પાદન થયું છે. પરંતુ કોરોના મહામારીને લીધે રાજ્યમાં વાહન વ્યવહારને અસર થતા અસર થતા રાજકોટ જેવા શહેરમાં બટાટાનો અપૂરતો જથ્થો પહોંચતા ભારે અછત સર્જાઇ છે.
આવા સમયે છૂટક વેપારીઓએ તેમજ શહેરની ગલીઓમાં ફરતી રેકડીવાળા કાછીયાઓએ બટાકાના ભાવ આસમાને પહોંચાડી દીધા છે.
હાલના દિવસોમાં પ્રતિ કિલો રૂપિયા રૂપિયા ૫૦-૫૫ ના ભાવે બટાટા વેચાઇ રહ્યા છે. ગૃહિણીઓનો આ બાબતે ભારે કચવાટ અને વિરોધ છે કારણ કે શાકભાજીમાં બટાટા શાકભાજીમાં બટાટા એક જ એવું શાકભાજી છે કે જે અન્ય શાકભાજીમાં ભળી જાય છે, પરિણામે દરેકના ઘરમાં મહત્તમ ખવાય છે. બીજી બાજુ અત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતોને કમાવાનો સમય આવ્યો છે.
ત્યારે ઘરેલું બજારમાં બટાકાના ભાવ અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકાર બટાટાની ભૂતાન તરફથી આયાત કરવાનું વિચારી રહી છે. અગાઉ ડુંગળીની આયાત કરવાનું સરકારે જાહેર કર્યા બાદ હવે બટાટાને પણ આયાત કરાશે તેવો સરકારે નિર્ણય લેતા ખેડૂતો તેમજ કિસાન સંઘના આગેવાનોમાં આ બંને નિર્ણયનો ભારે વિરોધ ઉઠાવ્યો છે.