સામગ્રી :
- ૪ બટાકા
- ૧/૨ કપ મોળુ દહીં
- ૪ ટી સ્પુન તેલ
- ૧/૨ ટે સ્પુ. કાશ્મીરી લાલ મરચુ
- ૧ ટી સ્પુ. ધાણાજીરુ
- ૧/૪ ટી સ્પુ હળદર
- ૩ ટી સ્પુન લીલા ધાણા
- મીઠુ
રીત :સૌ પ્રથમ બટાકાને પાણી વડે બરાબર ધોઇ લો. વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો. એક વાસણમાં બટાકા, થોડુ મીઠુ અને પાણી ઉમેરીને કૂકરમાં બાફી લો.
બટાકા બફાય ત્યાં સુધી લીલા ધાણાને ઝીણા સમારી લો. કૂકર ઠંડુ થાય એટલે બટાકાની છાલ ઉતારીને ૧ ઇંચ માપના ટુકડા કરી લો.
એક કઢાઇમાં વઘાર માટે તેલ મુકો તેલ ગરમ થાય એટલે જીરુ ઉમેરો. જી‚ તતડે એટલે તેમા હળદર અને બટાકાના ટુકડા ઉમેરીને હલાવી લો. જ‚ર મુજબ મીઠુ ઉમેરો અને ૨-૩ મિનિટ રોકી લો.