ગુરૂકૃપા હિ કેવલમ્: સીતારામ પરિવાર દ્વારા
કોરોના વાયરસને લીધે દેશભરમાં પ્રવર્તી રહેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત
કોરોનાથી વિશ્ર્વ આખુ સાંગોપાંગ પાર ઉતરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના: ગાદીપતિ પૂ.ભાવેશબાપુ
સંત શિરોમણી પ્રાત: સ્મરર્ણીય બ્રહ્મલીન પ.પૂ.જગાબાપાની ૭મી પૂણ્યતિથિ નીમીતે ખારાગોઢા સ્થિત પાટડી ઉદાસી આશ્રમ ખાતે આગામી ૨૨મી માર્ચના રોજ સીતારામ પરિવાર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ વિશ્વભરમાં મહામારીરૂપે ફેલાયેલા કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત આજરોજ ગાદીપતિ પૂ.ભાવેશબાપુ દ્વારા કરવામાં આવી છે.
બ્રહ્મલીન પ.પૂ.જગાબાપાની ૭મી પૂણ્યતિથિ નીમીતે ફાગણ વદ-૧૩ને તા.૨૨ માર્ચના રોજ પાટડીના ઉદાસી આશ્રમ ખાતે સીતારામ પરિવાર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, મુર્તિ પૂજન, મહાપ્રસાદ, શોભાયાત્રા અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાવાના હતા. દર વર્ષે પૂ.જગાબાપાની પૂણ્યતિથિએ યોજાતા સેવાકીય કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે.
કોરોના વાયરસના કારણે હાલ સરકાર દ્વારા એવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે કે, જ્યાં માનવ સમૂહ એકત્ર થતો હોય ત્યાં કાર્યક્રમો શક્ય હોય તો રદ્દ કરવા. વિશ્ર્વ આખુ કોરોના વાયરસમાંથી મુક્ત થાય અને ફરી શાંતિ સ્થપાય તેવા આશ્રય સાથે ૨૨મીએ પાટડી ઉદાસી આશ્રમ ખાતે પૂ.જગાબાપાની પૂણ્યતિથિ નીમીતે યોજાનાર તમામ કાર્યક્રમ હાલ મોકુફ રાખવાની જાહેરાત ગાદીપતિ પૂ.ભાવેશબાપુ દ્વારા કરવામાં આવી છે.
પૂ.ભાવેશબાપુએ કોરોના વાયરસમાંથી વિશ્વ આખુ સાંપોગાંપ પાર ઉતરે તેવી પરમ કૃપાળુ પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરતા વધુમાં જણાવ્યું હતું કે,
પાટડી ઉદાસી આશ્રમ ખાતે ૨૨મીએ યોજાનારા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
પૂ. જગાબાપાની કૃપાથી કોરોના વાયરસથી ભારતને ઉની આંચ પણ નહીં આવે અને લોકો સલામતી સાથે જાગૃતી પણ દાખવે તેવી અપીલ પણ ગાદીપતિ પૂ. ભાવેશબાપુ દ્વારા કરવામાં આવી છે. હવે પછી આશ્રમ ખાતે જે ધાર્મિક કે સેવાકીય કાર્યક્રમો યોજાશે તેની વિગતવાર જાહેરાત કરવામાં આવશે.