જાપાનના એક પોસ્ટમેને ૧૬ વર્ષ સુધી આવેલા પત્રોની ડીલેવરી કરવાના બદલે સંગ્રહી રાખ્યા; પોલીસ તપાસમાં પોસ્ટમેનની ડાંડાઈ બહાર આવી
પોસ્ટમેનની કામગીરી તેને સોંપાયેલા વિસ્તારમાં રહેતા હજારો વ્યકિતઓને તેના સરનામા પર આવતા પત્રો, કવરોની સંભાળપૂર્વક ડીલેવરી કરવાની હોય છે. પરંતુ કયારેક કોઈક પોસ્ટમેનને ગાંડપણ ઉપડે તો આવા પત્રોની ડિલેવરી કરવાના બદલે પોતાના ઘરે સંગ્રહી રાખતા હોય છે. માનસિક બિમારીના કારણે પોસ્ટમેનની આવી ગંભીર બેદરકારીની ઘટના તાજેતરમાં જાપાનમાં બહાર આવવા પામી છે. જેમાં પૂર્વ પોસ્ટમેનના ઘરમાંથી ૧૬ વર્ષ દરમ્યાન ડીલેવરી ન કરેલા ૨૪ હજાર જેટલા પત્રો મળી આવ્યા હતા.
જાપાનની પોલીસે એક તપાસ દરમ્યાન એક પૂર્વ પોસ્ટમેનના ઘરમાંથી ડીલેવરી ન કરાયલે ૨૪ હજાર જેટલા પત્રો, કવરો મળી આવ્યા હતા. ૬૨ વર્ષનાં આ પૂર્વ પોસ્ટમેન પાસેથી વર્ષ ૨૦૦૩થી વર્ષ ૨૦૧૯ વચ્ચેના જે તે વ્યકિતને ડીલેવરી કર્યા વગર સંગ્રહી રાખેલા આ પત્રો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ પૂર્વ પોસ્ટમેન સામે પોસ્ટલ કાયદાના ભંગ બદલ ગુન્હો નોંધીનેતેની સામેકાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
જોકે, આ બનાવમાં તે વિસ્તારનાં વ્યકિતઓની બેદરકારી ગણી શકાય કે જેમના પત્રો તેમને પોસ્ટમેને ડીલેવરી કર્યા ન હતા. ઉપરાંત, પોસ્ટ તંત્રની બેદરકારી પણ ગણી શકાય કારણ કે તેમને આ પોસ્ટમેનની ડાંડાઈને નજર અંદાજ કરીને પત્રો, કવરો યોગ્ય રીતે ડીલેવરી થાય છે. નહી તે ચકાસાની કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
ભારતમાં પણ આવા પોતાની પત્રો, કવરોની ડીલેવરી કરવાની કામગીરીમાં ડાંડાઈ કરતા અનેક પોસ્ટમેનો છે. પરંતુ આવા પોસ્ટમેનો આવા ડીલેવરી ન કરાયેલા પત્રો, કવરો સંગ્રહવાના બદલે નાશ કરી નાખતા હોય પકડાતા નથી સામાન્ય પોસ્ટથી આવતા પત્રો કવરોમાં પોસ્ટમેનોની ડાંડાઈઓ બહાર આવતી હોય છે. પરંતુ, સામાન્ય પોસ્ટથી આવતા પત્રો, કવરોની પોસ્ટ ઓફીસોમાં નોંધો થતી નહોય તેને ડીલેવરી ન કરતા પોસ્ટમેનો પકડાતા નથી.