ગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી ડૉક્ટર ટી. નટરાજનનું વોશિંગ્ટન ડીસી ખાતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવાઈઝર તરીકે નિમણૂંક થઈ છે. પંદરેક દિવસ બાદ તેઓ વોશિંગ્ટનના ડીસી ખાતે નવી પોસ્ટ સંભાળશે, ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહેશે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી છે
ડો. ટી. નટરાજન છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાત સરકારની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં છે. અગાઉ તેઓ જોઇન્ટ એમ.ડી. હતા. અત્યારે ત્યાં તેઓ જુલાઇ-18થી મેનેજિંગ ડિરેક્ટર પદે છે. માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ઇ. અને ફાઇનાન્સ તથા માર્કેટિંગમાં એમબીએ સાથે પીએચ.ડી. ધરાવતા ડો. ટી.નટરાજનનું દેશ બહારનું આ પહેલું પોસ્ટિંગ છે.