સમયસરની સારવાર બાદ તમામ ભયમુક્ત

જૂનાગઢના માંગરોળ નજીક કુકસવાડા અને શેરીયાજ ગામે બે સ્થળોએ જમણવાર બાદ 40 મોટા અને આઠ બાળકોનેને ખોરાકી ઝેરી અસર ની ફરિયાદ સાથે ચોરવાડ સરકારી દવાખાનામાં ખસેડવામા આવ્યા બાદ પ્રાથમિક સારવાર આપી તમામને ભયમુક્ત જાહેર કરી રજા આપવામાં આવી હતી

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળના કુકસવાડા ગામે અને શેરીયાજ ગામે અલગ અલગ બે ઘટનામાં ગઈકાલે લગ્ન પ્રસંગના જમણવારમાં સામેલ મહેમાનોને જમ્યા બાદ એકાએક તબિયત લથડતા ગભરામણ ઉલટીઓ અને ઝાડા ની તકલીફ શરૂ થતા એક પછી એક ને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા કુલ 40  વ્યક્તિઓમાં મહિલા પુરુષ અને બાળકોને ફૂડ પોઈજનિંગ ની અસર હેઠળ ચોરવાડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે સમયસર સારવાર મળી જતા તમામને ભઈમુક્ત જાહેર કરી જરૂરી સમય સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તબીબોએ તમામને રજા આપી હતી કુકસવાડામાં લગ્ન પ્રસંગે જમણવાર બાદ ૪૦ જેટલા લોકોની તબિયત બગડતા ગામમાં ભારે ચિંતાનો વાતાવરણ ફેલાયું હતું સદનસીબે સમયસર ની સારવાર બાદ તમામને ભય મુક્ત જાહેર કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો કુકસવાડા ગામે ઘટના બાદ ૪૦ વ્યક્તિઓને સમયસર ની સારવાર આપવામાં આવી હતી બીજા બનાવમાં માંગરોળના સીરિયાઝ ગામે આવા જ એક બનાવમાં આઠ બાળકોને ખોરાકી ઝેરી અસર ની ફરિયાદ સાથે ચોરવાડ દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સમયસર ની સારવાર બાદ તમામ બાળકોને પણ ભઈમુખ જાહેર કરવામાં આવ્યા હતા માંગરોળમાં એક જ દિવસમાં બે અલગ અલગ પ્રસંગોમાં 40 મોટા અને આઠ બાળકોને ખોરાક જેવી અસરના બનાવે તંત્રને દોડતું કરી દીધું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.