કોંગ્રેસના નેતા ગદ્દાર અને ગૌરવ યાત્રાના પોસ્ટરો ચીથરે હાલ
ટંકારા લતીપર ચોકડીથી આગળ તાલુકા પંચાયતના સામે આ પોસ્ટરો લાગ્યા બાદ ઉતરી પણ ગયા હોય ત્યારે ચર્ચા જાગી હતી . બેનર લગાવનારે ધમધમતા વિસ્તારની જગ્યાએ સુમસામ વિસ્તાર જ પસંદ કર્યો હતો. તેમાં પણ રાજકારણ ! જોકે ગૌરવ યાત્રા રવિવારે જ બેનર લાગ્યા અને બેનર ફાટયા કે કામ થયું છે.
ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર ગૌરવયાત્રાના બેનરોમાં સાંસદના ફોટા વાળા બેનરો ફાડી નાખવાના તસ્વર પણ વાઈરલ થઈ હતી ત્યારે હવે રાજનીતિ પહેલાની જેમ શાંત અને સરળ નહિ પણ એક બીજાને ભરી પીવા લાગતી હોયતેવી ચર્ચા ચાલી છે.
કમનીશીબી એ કે લતીપર ચોકડી ખાતે એક પણ જાહેર મૂતરડી કે શૌચાલય નથી ત્યારે બેનરો અને પોષ્ટરોના કતારો છે. જેનો લાભ પણ જનતા લઈ એક નંબર કરવા માટે આડસ તરરીકે ઉપયોગ કરે છે જે હાસ્ય અને દુ:ખદ બાબત છે.
મોરબી બાદ ટંકારામાં કોંગ્રેસના નેતા ગદારના પોસ્ટરો લાગ્યા અને ઉતરી પણ ગયા તો ભાજપની ગૌરવ યાત્રાનાં પોસ્ટરનાં ચીથરે હાલ કરી ચૂંટણી પહેલા નવા નવા બેલ સામે આવે છે. સોશીયલ મિડિયા, કોમેન્ટોથી છલોછલ.
રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેની સાથે હવે રાજકીય નેતાઓ તેમના પક્ષ અને પ્રચાર માટે આધુનિકતા સાથે કદમ મિલાવી પોસ્ટરનાં પ્રચાર તરફ વળ્યા છે. જેમાં ગામમાં જાહેર મુતરડી હોય કે ન હોય પણ પોસ્ટ જરૂર હોય એવા સમયે થોડા દિવસ પહેલા જ મોરબીમાં લાગેલા ગદારનાં પોસ્ટર બાદ અડીખમ સમાજના નામ તળે કોંગ્રેસ જીલ્લા પ્રમુખ અને ટંકારા પડધરીથી કોંગ્રેસ અને અપક્ષમાંથી ઉમેદવારી કરી ચૂકેલા લલીત કગથરાના ગદારના પોસ્ટર લાગ્યા હતા. જેથી રવિવારે રાજકારણ ભારે ગરમાયું હતુ.