૫ોસ્ટરો લગાડવા અંગે સુપ્રીમે આપ્યા દિશા નિર્દેશ
સક્ષમ અધિકારી આપતિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ નિર્દેશ આપે ત્યાર બાદ જ રાજય સરકાર આદેશ આપી શકે
કોરોનાના દર્દીઓ સંબંધે સુપ્રીમ કોર્ટે રાજયોને કોરોનાના દર્દીઓના ઘર બહાર પોસ્ટર લગાડવાની ના પાડી છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓના ઘરે પોસ્ટર લગાવવા અંગેના માર્ગદર્શક સુચનાઓ આપી છે.
સુપ્રીમ કોર્ટે કોરોનાને લઇ મહત્વનો આદેશ કરતા જણાવ્યું છે કે કોઇપણ રાજય કોવિડ-૧૯ દર્દીઓના ઘર બહાર પોસ્ટર ન લગાવે. કેન્દ્ર સરકારની કોરોના અંગેની માર્ગદર્શનમાં પણ પહેલાથી જ આવી કોઇ વાત નથી. સુપ્રીમ કોર્ટે કોરોના અંગે દર્દીના ઘરે બહાર પોસ્ટર લગાડવા અંગેની મહત્વના સુચનો પણ બતાવ્યા છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોના સામે સક્ષમ અધિકારી આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ મુજબ નિર્દેશ આપે ત્યારબાદ જ રાજય સરકાર આવા પોસ્ટર લગાડવા આદેશ આપી શકે.
ઘરની બહાર પોસ્ટર લગાવ્યા બાદ દર્દીઓ સાથે અછૂત જેવું વર્તન થતું હોવાનું સુપ્રીમે પણ માન્યું
કોરોનાના દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવાની કાર્યવાહીથી જે તે વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાય છે.
સ્ટીકર લાગવાથી ઘરમાં રહેતા લોકો સાથે અછૂત જેવું વર્તન થતું હોવાનું સુપ્રિમે પણ માન્યું છે.
આ નિયમ નથી, પરંતુ બીજાનીસુરક્ષા માટેની વ્યવસ્થા : સુપ્રીમ
કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે આ કોઈ ફરજિયાત નિયમ નથી. આ પ્રેક્ટિસનો હેતુ કોરોના દર્દીઓને કલંકિત કરવાનો નથી, પરંતુ આ વ્યવસ્થા અન્યોની સુરક્ષા માટે છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે કોરોના સંક્રમણને રોકવાના પ્રયત્નમાં અમુક રાજ્યોએ આ પદ્ધતિ અપનાવી છે.
કેસમાં વધુ સુનાવણી આવતીકાલે થશે
સરકારના જવાબમાં જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે કહ્યું હતું કે ખરેખર હકીકત અલગ છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ૫ નવેમ્બરે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોરોના દર્દીઓનાં ઘરની બહાર પોસ્ટર લગાવતાં રોકવાની ગાઈડલાઈન્સ જાહેર કરવા વિશે વિચારણા કરવી જોઈએ. આ મામલે પિટિશનર કુશ કાલરાએ અપીલ કરી હતી. આ વિશે કોર્ટે સરકારને કોઈ નોટિસ જાહેર કર્યા વગર આદેશ કર્યા હતા.