બોલીવુડ એકટર સલમાન ખાન અને એકટ્રેસ કેટરીના કૈફની ફિલ્મ જેની સૌ કોઈ આતુરતાથી વાંટ જોઈ રહ્યા હતા ‘ટાઈગર ઝીંદા હૈ’ નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે . ટ્રેલરમાં સલમાન પોતાના નવા અંદાઝમાં આવશે .ટ્રેલરમાં જબરદસ્ત એક્શન તેમજ સુંદર લોકેશન જોવા મળશે .
ફિલ્મની સ્ટોરીમાં ટાઈગર (સલમાન ખાન) અને ઝોયા (કેટરીના કૈફ) ભરત અને પાકિસ્તાનના ઈંટેલિજેન્સ એજન્ટ છે જે પોતાના પ્રેમને કારણે કામ છોડી ડે છે . ટાઈગર ફરીવાર એક મિશન પર જાય છે આ વખતે તેને પાકિસ્તાનથી 25 ભારતીય નર્સોને બચાવવાનો મિશન મળ્યો છે .
ખાસ વાતતો એ છે કે સલમાનના ફેન્સને ફિલ્મમાં તેનો લૂક ખુબજ ગમી રહ્યો છે . આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝાફરે કર્યું છે . આ ફિલ્મ નું શૂટિંગ મોરક્કો , ગ્રીસ અને અબુ ધાબી જેવી લોકેશનો પર કરાઈ છે. આ ફિલ્મ ૨૨ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે .