દરેક વ્યક્તિ માટે તેમની નિવૃત્તિ માટે રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી નિવૃત્તિ માટે કોઈ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે અને પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં રોકાણ કરીને તમે ખૂબ સારું વ્યાજ મેળવી શકો છો.
જો તમે નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મેળવવા માટેની સ્કીમ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરીને, તમે નિવૃત્તિ પછી દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. તો ચાલો જાણો આ યોજના વિશે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
60 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)માં રોકાણ કરી શકે છે. તેમજ સ્કીમમાં 1000 રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. વ્યાજનું કહીએ તો આ યોજનામાં નાગરિકોને 8.2 % વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં કેવી રીતે રોકાણ કરવું
જો તમે આ સ્કીમમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર વર્ષે 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે. ત્યારે આવી સ્થિતિમાં, તમને દર મહિને 20,500 રૂપિયાની માસિક આવક થશે. આ યોજના દરમિયાન અરજી કરવા માટે, તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમારું ખાતું ખોલાવી શકો છો.