સરકાર જ્યારે બધી કાર્યવાહીમાં ડિઝીટલ થવા જઇ રહી છે ત્યારે તમારે ક્યાંય લાંબુ લચક એડ્રેસ નહિં લખવું પડે તમારાં સરનામાને હવે નક્શામાં સ્થાન આપવા માટે ડિઝિટલ બનાવાશે એ પછી ઘરનું હોય કે પછી તમારા કાર્યસ્થળનું પોસ્ટ ડિપાર્ટમેન્ટને આ કામગીરી સોંપવામાં આવી છે જે મીનીસ્ટી ઓફ કોમ્યુનીકેશનની નીચે કામગીરી બજાવે છે. જેને એક પાઇલોટ પ્રોેજેક્ટ સોંપવામાં આવ્યો છે. જમેાં છ કેરેક્ટરનો અલ્ફાન્યુમેરીક ડિઝીટલ એડ્રેસ બનાવવામાં આવશે. છ કેરેક્ટરમાં નંબર તેમજ આલ્ફાબેરનો સમાવેશ થશે. આ પ્રકારનો આદેશ ઇ-લોકેશન દર્શાવશે જેમ ગુગલ મેપમાં આવે છે. એ રીતે પછી આ પ્રકારનાં ઇ-લોકેશનને તમે પ્રોપર્ટી ટાઇટલ, ઓનરશીપ, પ્રોપર્ટી ટેક્ષ રેકોર્ડ, તેમજ ગેસ પાણી ઇલેક્ટ્રીસીટીની ઇન્ફોર્મેશન સાથે પણ લીંક કરી શકાશે વર્તમાન સમયમાં બે પોસ્ટલ પીનકોડ દિલ્લી અને નોઇડા માટે આ પ્રકારનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે જ્યારે આ બાબતે પોસ્ટોલ વિભાગ પાસેથી મેપ માય ઇન્ડીયા કં૫ની જે એક પ્રાઇવેટ મેપીંગ કં૫ની છે એ વધુ કાર્યક્ષમતા દાખવશે. રાષ્ટ્રીય સ્તરે આ ડિઝીટલ એડ્રેસનો વિચાર એ એક સારી કામગીરી બજાવશેતેવી આશા સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સીસ્ટમ માટે ઇસરો અને આપણી ભારતીય સેવા ભુવન સાથે પણ કોર્ડીનેશન કરવામાં આવશે. જેના દ્વારા સાચી અને સચોટ માહિતની આપ-લે થઇ શકે. આશરે બે કરોડ જેટલાં એડ્રેસનું ડીઝીટલાઇઝેશન કરવામાં આવશે. જેમાં ખાનગી ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર, વ્યાપાર ક્ષેત્ર સાથે સેટઅપ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.