ભારતીય ટપાલ વિભાગ અને યુનિક આઈડેન્ટિફિકેશન ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ઉપક્રમે આધાર નોંધણી તેમજ આધારકાર્ડ અપડેશન (સુધારણા) કરવાની કામગીરી પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવી છે. વિવિધ નાણાકીય વ્યવહારો તેમજ દરેક નાના મોટા જીવન જરૂરી વ્યવહારમાં આધાર કાર્ડ લીકીંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.
આધાર કાર્ડની જરૂરીયાત ડગલેને પગલે વધી રહી છે ત્યારે જાહેર જનતાની સગવડતા માટે રાજકોટ ડિવીઝનની ૩૦ (ત્રીસ) પોસ્ટ ઓફિસોમાં આધારકાર્ડ નોંધણી તેમજ આધારકાર્ડ અપડેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો આધાર કાર્ડ નોંધણી તેમજ આધારકાર્ડ અપડેશન કરાવવા માટે પોસ્ટ ઓફિસની સુવિધાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.