ઓખા આઝાદીના દાયકા જુની પ્રથમ અને એક માત્ર પોસ્ટ ઓફિસ આવેલી છે. એક માત્ર પોસ્ટ ઓફિસમાં છેલ્લા થોડા વર્ષોથી સ્ટાફની કમીને કારણે તમામ કામગીરીઓ ઠપ થઈ છે. અહીં પાંચનો સ્ટાફ સામે ત્રણનો જ સ્ટાફ હાજર હોય છે તેમાંય છેલ્લા થોડા સમયથી અહીના પોસ્ટમાસ્ટર નાગેશભાઈને દ્વારકા સીફટ કરાતા અહી બેનો જ સ્ટાફ રહ્યો છે. તેમાંય એક કર્મચારી કલાર્ક પોસ્ટ કામનો બીન અનુભવી હોવાથી પોસ્ટ રીકરીંગ, ડીપોઝીટ જેવા કેસકાઉન્ટરના કામો સાથે સ્પીડપોસ્ટ, મનીઓર્ડરની કાર્યવાહી પણ બંધ રહે છે. હમણા છેલ્લા ૧૮ દિવસથી ઈન્ટરનેટ સેવા બંધ રહેતા તમામ કેસ વ્યવહારો બંધ થતા દરરોજનું સરેરાશ ૨૫ થી ૩૦ લાખનું ટ્રાન્ઝેકશન ઠપ્પ થયું છે. અહીં માછીમારી સીઝનમાં દરરોજનું કરોડોનું ટ્રાજેસ્ટર સ્ટાફની કમી અને નેટ સેવા બંધ રહેતા અટકી જાય છે અને પોસ્ટને લાખોની નુકસાની વેઠવી પડે છે.
દુનિયા આજે ફોર-જી અને નાઈન-જીની જેટ ગતીએ આગળ વધી રહી છે ત્યારે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં અહીં આવે તો ઓખાના જાગૃત લોકો અને પોસ્ટ એજન્ટો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. અહીં વૃદ્ધો પેન્શન માટે પરેશાન થાય છે, રીકરીંગના પાકી ગયેલા પૈસા મળતા નથી, સ્કૂલમાં ફી ભરવા માટે વાલીઓ પરેશાન છે, એજન્ટો પહેલી તારીખે ભરવાના પૈસા ન ભરાતા પેનલ્ટીથી પરેશાન છે.