ગ્રાહક પોતાના ખાતાની માહિતી ઓનલાઇન જોઇ શકશે અને નાણાકીય વ્યવહારો પણ ઓનલાઇન કરી શકશે
રાજકોટ ડીવીઝનની ૪૦૦ થી વધુ પોસ્ટ ઓફીસમાં નવા અને અદ્યતન સોફટવેર સી.એસ.આઇ. (કોર સિસ્ટમ ઇન્ટિગ્રેશન) પ્રોજેકટનું આજરોજ રાજકોટની હેડ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તર જનરલ બી.સારંગીના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું હતું. સોફટવેર અપગ્રેશન થયા બાદ ર૦ જુનથી રાજકોટ ડીવીઝનના ૧૦ લાખ જેટલા ખાતેદારોના એકાઉનટ ઓનલાઇન થશે. ગ્રાહક પોતાના ખાતાની માહીતી ઓનલાઇન જોઇ શકશે અને નાણાકીય વ્યવહારો પણ ઓનલાઇન કરી શકાશે.
તબકકાવાર દેશની તમામ પોસ્ટ ઓફીસોને બેકીંગ સુવિધા ઓનલાઇન કરી દેવામાં આવશે. જેમાં ખાતા ધારક દેશની કોઇપણ પોસ્ટ ઓફીસમાંથી નાણા ઉપાડી કે જમા કરાવી શકશે.
આ સોફટવેર અપગ્રેડેશન માટે ગઇકાલે સોમવારે એક દિવસ માટે રાજકોટ ડીવીઝનની તમામ પોસ્ટ ઓફીસો બંધ રાખવામાં આવી હતી. જેના કારણે ઘણા બધા વહીવટી અને નાણાકીય કામકાજ ખોરવાઇ ગયા હતાં. આખા દેશમાં એક જ સર્વર પરથી રજીસ્ટર સ્પીડપોસ્ટ અને બેન્કિંગ કામગીરી કરવામાં આવશે.
જે હેડ કવાર્ટર દિલ્હીથી સંચાલીત હશે. સી.એસ.આઇ. રોલ આઉટ થવાથી બધું જ કામ પેપર લેશ થશે. કાગળનો ઓછો ઉપયોગ થવાથી એન્વાયરમેન્ટ ફેન્ડલી વાતાવરણ ઉભું થશે. સ્ટાફનો રેકોર્ડ ઓનલાઇન થશે સી.એસ.આઇ. રેકોર્ડ મેનેજમેન્ટ મટીરીયલ મેનેજમેન્ટ: સ્ટાફ મેનેજમેન્ટ, કસ્ટમર મેનેજમેન્ટ તેમજ હિસાબી કામકાજ માટે વધારે ઉપયોગી બનશે. એક જ સર્વર હોવાથી ઓરિજિનલ ડેટા વ્યવસ્થિત સ્ટોરેજ થશે ફેરફાર નહી થાય જેથી ગ્રાહક સુરક્ષા વધશે.