ઓખામાં આઝાદી વખતની દાયકાઓ પુરાની પોસ્ટ ઓફિસ નવી બજાર વિસ્તારમાં આવેલ છે જેની બિલ્ડીંગ વર્ષે ૧૨૦રૂ.ના ભાડા પર ચાલી રહી છે. ગુજરાત જયારે ૨૧ સદી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અહીં ૧૮મી સદીના કોમ્પ્યુટરો અને મશીનરીથી કામ ચલાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની પ્રથમ દરજજાની આ પોસ્ટ ઓફિસની હાલત ચાલુ સરકારને ઘણુ બધુ કહી જાય છે. આ બિલ્ડીંગની તમામ દિવાલો, છતો અને બારી બારણા ઘણા વર્ષોથી જર્જરીત થયેલા જોવા મળે છે.

વરસાદમાં છતો અને દિવાલોમાંથી પાણી ટપકે છે એટલે વરસાદમાં તો આ પોસ્ટની કામગીરી બંધ રાખવી પડે છે અને કોમ્પ્યુટર અને મશીનરીમાં પ્લાસ્ટીક ઠાકવા પડે છે. છેલ્લા પાંચ વર્ષથી તો બિલ્ડીંગ એટલી બધી ખંડિત થઈ છે કે કયારે પડે તે નકકી નથી ગ્રાહકો અને કર્મચારીઓ ભગવાનનું નામ લઈને પ્રવેશ મેળવે છે.

આ અંગે સાંસદ, ધારાસભ્ય સાથે પ્રજાએ પણ અનેક વખત લેખિત, મૌખિક રજુઆતો કરવા છતા જાડી ચામડીના અધિકારીઓ આ અંગે કોઈ જ કામગીરી કરતા નથી. જો આ વરસાદની સીઝનમાં આ બિલ્ડીંગ બદલવામાં અહીં આવે તો મોટી જાનહાની કે અકસ્માતનો ભય રહેલો છે તો આ બિલડીંગને તુરંતમાં બદલવા લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.