પોસ્ટ ખાતાની ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ સંપૂર્ણ સલામત: એસ.કે. પરમાર
આર.બી.આઈ. દ્વારા નકકી કરવામાં આવેલા ભાવે આજે ખરીદેલા બોન્ડના આઠ વર્ષ બાદ તે સમયના ગોલ્ડના ભાવની રકમ મળે છે પરત: અઢી ટકા વ્યાજ તેમજ પાંચ વર્ષ ટ્રાન્સફર કરવાની પણ જોગવાઈ
ગોલ્ડબોન્ડની સીરીઝ ચાલુ થઈ છે લોકો પોસ્ટ ઓફીસમાં હોશે હોશે પોતાના પૈસા આપવા માટે આવે છે. ગોલ્ડબોન્ડમાં રોકાણ કરે છે. ગોલ્ડબોન્ડ સ્કીમની વાત કરીયે તો ગોલ્ડબોન્ડ ઘણી જગ્યાએ વેચાય છે. બેંકની અંદર વેચાય છે. સ્ટોક એક્ષચેંજમાં વેચાય છે. પણ પોસ્ટ ઓફિસ પાસે વધુમાં વધુ લોકો ખરીદવાનો આગ્રહ રાખે છે. ગોલ્ડબોન્ડએ સંપૂર્ણ સલામત સલામત રોકાણ છે. ગોલ્ડબોન્ડના રોકાણની અંદર કોઈ પ્રકારનું જોખમ છે જ નહિ.
કાગળ ગોલ્ડના રૂપમાં સાચવવાનું હોય છે. એટલે ચોરી થતી નથી તે જજંટમાંથી મુકત થઈ શકાય છે. ગોલ્ડબોંડમાં વાર્ષિક જે તમારૂ રોકાણ છે તેની ઉપર અઢી ટકા (2.5%) વ્યાજ આપવામાં આવે છે. એ સીધુ છ મહિને તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. એટલે તમારી આવક પણ ચાલુ રહે છે. અને ગોલ્ડ હોય તો એક જાતનું સિકયોરીટી દેખાય છે.
ગોલ્ડબોન્ડનો પ્રતિસાદ ખૂબજ સારો છે. રાજકોટ જિલ્લામાં કિલો, દોઢ કિલો (700) ગ્રામ જેટલુ વેચાય છે. કોરોના પહેલા આખા ગુજરાતમાં 40 કિલો સોનું વેચાયું. ગુજરાત સરકાર પોસ્ટ સર્કલએ ભારતમાં જોઈએતો સૌથી ટોપટેનમાં બહુ ખૂબજ સારો પ્રતિસાદ છે તેમજ પોસ્ટ ઓફીસ દ્વારા પૂરતી સેવા આપવામાં આવે છે.ગોલ્ડબોન્ડ રોકાણ સંપૂર્ણ સલામત સારૂ છે.
ગોલ્ડબોન્ડ ખરીદવા હોય ત્યારે પાન કાર્ડ આધાર કાર્ડ એમ બે ડોકયુમેન્ટ લઈ આવવાના હોય છે.સાથે બેંક એકાઉન્ટ, પોસ્ટઓફિસ એકાઉન્ટની માહિતી લાવવાની હોય છે. જેની ઉપર છ મહિને વ્યાજ ચૂકવે તે ખાતામાં જમા થાય છે. આ ખૂબજ સરળ પ્રોસેસ છે.
ગોલ્ડબોન્ડ એવી સ્કીમ છે લાંબાગાળાનું રોકાણ છે રોકાણ સંપૂર્ણ સલામત છે. કોઈને પૈસાની વચ્ચે જરૂરીયાત નથી તે લોકો મૂકેતો સારામાં સારૂ રિટર્ન મળે છે. જયારે પાંચ વર્ષ પછી ગોલ્ડબોન્ડને વેચવા જાવ ત્યારે 24 કેરેટનો જે ભાવ હોય એ ભાવમાં વેચાય છે. કે ખરીદે છે. સરકાર ખરીદે કેકોઈ પણ સ્ટોક એકસચેંજ મારફત ટ્રાન્સફર કરી શકે છે.
ગોલ્ડબોન્ડનો ભાવ 1 ગ્રામનો રૂ. 4807 છે.દર સ્ટેઝની અંદર જે બદલાતો હોય છે.ઓછામાં ઓછા ભાવ આ સ્ટેઝમાં છે. ગોલ્ડ બોન્ડનાં ભાવ આરબીઆઈ નકકી કરે છે. આરબીઆઈ ભાવ ડિકલેર કરે છે. એટલે કોઈને ખબર નથી.રોકાણ મહત્તમ આઠ વર્ષની મુદતનું હોય છે. પાંચ વર્ષ પછી પોતે ટ્રાન્સફર કરી શકે છે. વેચી શકે છે. ડિમેટ મારફત કરે તો શેર સ્ટોકની જેમ ડિમેટથી વેચાણ કરી શકે છે.
પોસ્ટની અંદર ઘણી બધી યોજના વિદ્યાર્થી, બાળકો માટે, વડિલો તેમજ આમ જનતા માટે છે. આમ જનતા માટે બચત ખાતુ છે. બચત ખાતુ માત્ર પાંચસો રૂપીયાની બેલેન્સથી ખૂલ્લે છે. કોઈ મીનીમમ બેલેન્સ રાખવાની જંજટ નથી એટીએમ આપવામાં આવે છે. વયોવૃધ્ધ માટે સીનીયર સીટીઝન એકાઉન્ટ છે. તેમાં વધુમાંવધુ 7.5% વ્યાજ આપવામાં આવે છે. સીનીયર સીટીઝન ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લે છે. શુક્ધયા, સમૃધ્ધી યોજના દિકરી માટે થોડી થોડી બચત કરીને લગ્ન સમયે અથવા ઉચ્ચ અભ્યાસ માટે 18 વર્ષ પછીપૈસા બે વખત લઈ શકે છે. અથવા લગ્ન પછી સંપૂર્ણ પૈસા ઉપાડી શકે છે. લોકો સ્કુલમાંથી, સ્ટેટ ગર્વમેન્ટ સોશ્યલ સામાજીક સંસ્થા ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લઈ છે.
પોસ્ટ ખાતા દ્વારા એટીએમની સુવિધા આપવામાં આવે છે.એટીએમ સુવિધાનો કોઈપણ ચાર્જ લીધા વગર આપવામા આવે છે. પોસ્ટ ઓફીસનું એટીએમ કોઈ પણ બેંકના એટીએમ મશીનમાં કાર્યરત છે..જેમની પાસે પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ છે. તેમણે પોસ્ટનું એટીએમ લેવું જોઈએ તેથી કરીને પોસ્ટમાં લાઈનમાં ઉભુના રહ્યું પડે છે. વિધવા સહાય યોજના સીનીયર સીટીઝન વખતે વ્યાજમાં ખૂબજ ઘસારો થાય છે.
રાજકોટની જેટલી પોસ્ટ ઓફીસ આધારનું કામ થાય છે. ગામડાના માણસોને આધાર માટે તાલુકા કે જિલ્લામાં આવવું પડતું હતુ પણ પોસ્ટ ખાતાએ આઈપીપીબી માધ્યમથીગામડામાં તમામ પોસ્ટમેન અને ગ્રામણી ડાક સેવક તેને મારફત આધાર મોબાઈલ અપડેટ આધારકાર્ડમાં કોઈ વધુમાં વધુ કામગીરી થતી હોય મોબાઈલ અપડેટ માટે તાલુકાએ જવું પડે તે પહેલા પોતાના ગામમા થઈ શકે છે. જે ચાર્જ તાલુકામાં લેવામાં આવતો તે જ ચાર્જ લેવામા આવે છે.
રાજકોટ ડિવિઝન એક નવી પહેલ કરી છે. 11 સ્કુલમાં જઈને સ્કુલના બાળકોને આધાર-કાર્ડ અપડેટ કરવા માટે સમય હોતા નથી. આધાર કાર્ડ અપડેટનો કેમ્પ આવતીકાલે બે જગ્યા પર છે. આનંદનગર કોલોની સ્કુલ નં.55 અરવિંદભાઈ મણીયાર સ્કુલ હુડકો સોસાયટી કોઠારીયા રોડ સ્કુલ નં. 61 ખાતે સવારે 9 થી 4.30 દરમ્યાન બહોળી લોકો સંખ્યામાં લાભ લે.