રાજકોટ: હાલની પરિસ્થિતિ જોતા દેશમાં ખુબ કપળો સમય ચાલી રહ્યો છે. વધતા સંક્રમણને કાબુમાં લેવા માટે રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. રસીકરણ સાથે લોકડાઉન પણ એક વિકલ્પ છે. થોડા દિવસ પેલા લોકડાઉન અંગે PM મોદીએ કહ્યું હતું કે, ‘લોકડાઉનનો વિકલ્પએ આપણે અંતિમ વિકલ્પ તરીકે પસંદ કરશુ.’ અને આ બાબતની મોટા ભાગની જવાબદારી કેન્દ્રએ રાજ્ય સરકારને સોંપી છે.
અત્યારે ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતા એવું તારણ કાઢી શકાય કે, રૂપાણી સરકાર આ અંતિમ વિકલ્પ પસંદ કરી શકે છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં SRP જવાનો ઉતારવામાં આવ્યા છે, જેમને જુદી જુદી મ્યુનિસિપલ સ્કૂલોમાં રાખવામાં આવશે. હાલના સમયમાં સરકારનું આ પગલું લોકડાઉન આપવા તરફ ઇશારો કરે છે.
આ બાબતની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા હજી સુધી કરવામાં આવી નથી, પરંતુ આપણે વધતા કોરોનાના કેસો અને SRP જવાનોને જોતા સરકાર થોડા સમયમાં જ કડક લોકડાઉન અમલમાં મુકી શકે તેવી શક્યતાઓ છે. જો આ લોકડાઉન લગાવવામાં આવે તો આંશિક હશે કે સંપૂર્ણ કડક કક્ષાનું તે બાબતે કોઈ વિચાર-વીમક્ષ કરવો અત્યારે અઘરો છે.
દિલ્હીમાં લગાવેલા સાપ્તાહિક લોકડાઉન દરમિયાન સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, આ સાથે દેશના બીજા અન્ય રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યું લગાવામાં આવ્યા છે, જેથી ચેપની માત્રામાં ઘટાડો નોંધાયો છે. આ બધા પરથી એવું તારણ કાઢી શકાય છે, ગુજરાત સરકાર અત્યારે લોકડાઉનની તૈયારી કરી રહી છે અને થોડા જ સમયમાં લોકડાઉન લાગુ કરી શકે.