૪૦ ટકા નાના વેપારીઓએ ૩૧ ડિસેમ્બર સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાનું અશક્ય જણાવી સમયમર્યાદા વધારવા માંગ કરી
કોરોના મહામારીના કારણે આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા રિટર્ન ભરવા માટેની સમય મર્યાદા વધારીને ૩૧ ડીસેમ્બર કરવામાં આવી હતી. હવે ૩૧ ડીસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ૪૦ ટકા જેટલા નાના ધંધાર્થીઓ દ્વારા આ સમય મર્યાદામાં આવકવેરા રિટર્ન ભરી નહીં શકાય તેવું જણાવવામાં આવ્યું છે. પરિણામે વધુ એક વખત આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે ૩૧ જુલાઈ હોય છે.
કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના પગલે આ તારીખ લંબાવવામાં આવી હતી વર્ષ ૨૫ ડિસેમ્બર સુધીમાં ૨૦૨૦-૨૧ના ચાર કરોડથી વધુ આવકવેરા રિટર્ન નોંધાયા હતા. હવે સમયમર્યાદાને ગણતરીના દિવસો બાકી છે. જો ૩૧ ડિસેમ્બર સુધીમાં આઈટીઆર નહીં ભરાય તો ૫૦ ટકાથી લઈ ૨૦૦ ટકા સુધીની પેનલ્ટી લાગી શકે છે.આવા સંજોગોમાં થયેલા લોકલસર્કલ સર્વે મુજબ એપ્રિલથી મેં મહિના સુધીમાં લોકડાઉનના કારણે નાના ધંધાર્થીઓ ઉપર માઠી અસર થઈ હતી. જૂનથી ઓગસ્ટ સુધીમાં ધીમી ગતિએ આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ હતી. સપ્ટેમ્બર બાદ અર્થતંત્ર ગતિ પકડી હતી જોકે હજુ સુધી મહામારી ના કારણે થયેલી ગંભીર અસરમાંથી નાના ધંધાર્થીઓને કળ વળી નથી આ ઉપરાંત જીએસટી રિટર્ન બાબતે પણ અનુકૂળ વાતાવરણ ના હોવાના કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. સામાન્ય રીતે વ્યક્તિગત રિટર્ન કરતા જીએસટી રિટર્ન અને બિઝનેસ રિટર્ન વધુ અટપટું પડે છે. વેપરીઓને વિવિધ વિગતો ભેગી કરવી પડે છે.
આ તમામ કામગીરી પાછળ સમય વેડફાઈ જાય છે.
કોરોના મહામારી ના કારણે દેશના નાના-મોટા તમામ ઉધોગને ફટકો પડ્યો છે કેટલાક ઉદ્યોગો માટે કપડા ચઢાણ સાબિત થયા છે તો કેટલાક ઉદ્યોગો માટે સારી તક આવી ને ઉભી રહી છે આવી સ્થિતિમાં આવકવેરા રિટર્ન ભરવુ અશક્ય હોવાનું ૪૦ ટકા જેટલા વેપારીઓએ જણાવી રિટર્ન ભરવા માટેની સમય મર્યાદા વધારવાની માંગ કરતા ફરીથી આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવામાં આવે તેવી સંભાવના છે