અત્યાર સુધી માત્ર 50 ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થતું હતું, હવે મતદાન પ્રક્રિયા વધુ સુરક્ષિત રીતે થાય તે માટે પંચ સજ્જ
લોકસભાની ચૂંટણીમાં રાજ્યના તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ કરવા મામલે ચૂંટણી પંચ વિચારણા કરી રહી છે.
જો કે અત્યાર સુધી માત્ર 50 ટકા જેટલા જ બુથ ઉપરથી વેબકાસ્ટિંગ થતું હતું.
લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અત્યારે રાજ્યભરમાં મતદાર યાદી સંક્ષેપ સુધારણા નો કાર્યક્રમ ચાલી રહ્યો છે તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર આ કામે લાગેલું છે આ દરમિયાન ચૂંટણીની તૈયારીઓને વેદ આપવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે તમામ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીઓને એક દિવસીય વર્કશોપ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ તમામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓને વિશેષ માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા મળતી માહિતી અનુસાર આ વખતે ચૂંટણીપંચ મતદાનની પ્રક્રિયા સુરક્ષિત રીતે થાય અને આ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સતત કમર કસી રહી છે
અત્યાર સુધી ચૂંટણી વખતે તમામ જિલ્લાના 50 ટકા કેટલા મતદાન મથકો ખાતેથી જ વેબકાસ્ટિક કરવામાં આવતું હતું પરંતુ હવે સુરક્ષાને સઘન બનાવવા માટે ચૂંટણી પંચ તમામ જિલ્લાના તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ કરવાની તૈયારી હાથ કરી રહ્યું છે જેથી હવે દરેક બુથ ઉપર સીસીટીવી કેમેરા અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ ચૂંટણી પંચ જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં 2253 અને રાજ્યમાં 51000 મતદાન મથકો છે. ચૂંટણી પંચ આ તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ કરવા અંગે હાલ વિચારી રહ્યું છે.