PUBG કોર્પ ભારતમાં પાછા ફરવા ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર સાથે ભાગીદારી કરી રહી છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા વપરાશકારોના ડેટા દેશની બહાર રાખવાથી સુરક્ષા ઉપર ખતરાની ચિંતા વ્યક્ત કરાઇ હતી અને ગેમ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. જેથી કંપની ભારતમાં ભારતીય વપરાશકર્તાઓનો ડેટા સંગ્રહિત કરવા ભાગીદારો સાથે વાત કરી રહી છે. દિવાળી ઉપર ફરીથી પબજી ગેમ લોન્ચ થઈ શકે છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ ચીની કંપની ટેનસેન્ટ ભારતમાં પોતાના તમામ પબજી મોબાઈલ સર્વરને શટડાઉન કર્યા હતા. પબજી મોબાઇલ પ્રતિબંધ તો ભારતમાં પહેલાથી જ થઈ ચુક્યો છે, પરંતુ સર્વર ચાલી રહ્યા હતા. હવે આ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી ચુક્યું છે. રિપોર્ટ પ્રમાણે પબજી મોબાઈલ ફરીથી ભારતમાં પુનરાગમન કરી શકે છે. ટેક ક્રંચ પ્રમાણે 2 સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે પબજી મોબાઈલ એકવાર ફરીથી ભારતમાં પુનરાગમન કરવા તૈયાર છે.