વડી અદાલતે કેન્દ્ર સરકાર પાસે કાયદાને લઈ માંગ્યા ખુલાસા
કેન્દ્ર સરકારના પશૂ ખરીદ-વેચાણના કાયદા સામે દેશના અનેક હિસ્સાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વડી અદાલતે પણ સરકાર પાસે આ કાયદા અંગે ખુલાસો માંગ્યો છે. ત્યારે સરકાર દેશના અમુક હિસ્સામાં પશૂ વેચાણના કાયદામાં છૂટછાટ આપે તેવી શકયતા છે. ગૌ હત્યાને રોકવાના ઈરાદા સાથે સરકારે કતલખાને ધકેલવાના હેતુથી પશૂઓના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકયો હતો. આ કાયદો જડ હોવાની દલીલ સાથે વિરોધ થયો છે અને આ મામલો વડી અદાલતમાં પહોચ્યા છે. અને સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. બીજા તરફ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કાયદો હાથમાં લેતા ગૌરક્ષકો સામે પગલા લેવામાં આવશે તેવું કહ્યું છે. પશૂના વેચાણ ખરીદ ઉપર લગાવાયેલા પ્રતિબંધ બાદ ધણા સ્થળોએ ગૌરક્ષાના નામે ગુનાહિત કૃત્યો થયા હોવાના આક્ષેપો થયા હતા. જેથી કાયદા મંત્રીએ કહેવાતા ગૌરક્ષકો સામે પગલા લેવાની ખાતરી આપી છે.