ફુગાવાને પણ નિયંત્રણમાં લાવવા માટે આગામી સપ્તાહમાં આરબીઆઇ દ્વારા પગલું લેવામાં આવે તેવી શક્યતા
કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બજારમાં જે વધારાની રોકડ જોવા મળી રહી છે તેને પરત કરવા માટે રિઝર્વ બેંક રિવર્સ રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કરશે તેવી શક્યતા સેવાઇ રહી છે. એટલું જ નહીં આગામી સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે પણ વિવિધ પ્રકારે પગલાં ભરવામાં આવશે. રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવતા જે વધારાના નાણાં બજારમાં ફરી રહ્યા છે તે પરત મેળવી શકાશે અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ જોવા મળશે. જે રીતે કોરોના ની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિમાંથી પણ દેશને બહાર લાવવા રિઝર્વ બેન્ક દ્વારા અનેકવિધ પ્રકારે પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે જે રીતે વૈશ્વિક સ્તર ઉપર તેલના ભાવમાં વધારો થતા ફુગાવો વધવાની શક્યતા પણ સામે ઉદભવી છે. આ તમામ સ્થિતિઓને ધ્યાને લઇ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી દિવસોમાં દેશની
અર્થવ્યવસ્થા ઉપર કોઈ માંથી અસરનો સામનો ન કરવો પડે તે દિશામાં તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સામે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે પણ સરકાર બોર્ડ પરચેસ પ્રોગ્રામ હાથ ધર્યો છે જેથી જે ફુગાવો બજારમાં હાલ પ્રવર્તિત છે તેના ઉપર નિયંત્રણ લાવી શકાય. અનેક તજજ્ઞોનું માનવું છે કે બજેટમાં જે રીતે નાણાં મુદ્દે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, એ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકારે ખૂબ મોટા પ્રમાણમાં બજારમાંથી નાણાં ઉઘરાવવા પડશે. પરિણામે તેની સીધી જ અસર દેશની અર્થતંત્ર અને અર્થવ્યવસ્થા પત્ર પડતાં તે સુધી ન ઉદભવે તે માટે સરકાર દ્વારા અત્યારથી જ પગલાઓ લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર જંગી રકમ માર્કેટમાંથી ઉપાડવાની છે અને બજારમાં સરકારી બોન્ડની માંગ કરતા પુરવઠો વધારે છે. રિઝર્વ બેંક દ્વારા ધીમે ધીમે બજારમાંથી નાણાકીય પ્રવાહિતા ઘટાડવાનું શરૂ કર્યું છે રીવર્સ રેપો રેટ બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઓછી કરવા માટે રિઝર્વ બેંક કાર્ય પણ કરી રહ્યું છે. ત્યારે બેંકો પોતાની પાસે જે નાણા પડ્યા છે તે રિઝર્વ બેંકમાં જમા કરાવે છે, જેના ઉપર જે વ્યાજ મળે તેને રીવર્સ રેપો કહેવાય અને તે 3.35 ટકા છે.