ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં “ચિંતા મુક્ત જીવનશૈલી” વિષય ઉપર અપાયું પ્રવચન

શાસ્ત્રી મેદાન ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નવ દિવસીય “અલવિદા તનાવ” કાર્યક્રમનો થયો શુભારંભ

21મી સદીમાં ભૌતિક સુખોની પાછળ દોડતું મનુષ્ય જીવન ધન – વૈભવ તો વધારી રહ્યા છે પરંતુ સાથો સાથ ચિંતા, ઉદાસી અને નકારાત્મક વિચારો પણ જીવનમાં વધી રહ્યા છે. ત્યારે જીવનમાં સાચા અર્થમાં પરમશાંતિનો અનુભવ થાય અને સકારાત્મક વિચારો થકી જીવન આનંદમય તે હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે નવ દિવસીય અલવિદા તનાવ કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

જેમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર પ્રદીપભાઈ ડવ, વજુભાઈ વાળા, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી પૂનમબેન દ્વારા પ્રથમ દિવસે “ચિંતા મુક્ત જીવનશૈલી” વિષય ઉપર પ્રવચન આપ્યું હતું.

બ્રહ્માકુમારી શ્રી પૂનમબહેને જણાવ્યું હતું કે, “ચિંતા મુક્ત જીવનશૈલી” માટે સૌપ્રથમ દરરોજ સુખનું આહવાન કરવું જરૂરી છે. પરિસ્થિતિઓને બદલવા માટે વિચારોને બદલવા જરૂરી છે. જ્યારે આપણે આપણી સ્થિતિમાં મસ્ત રહીશું તો પરિસ્થિતિ પણ સદાને માટે સારી રહેશે. ભૌતિક સાધનોમાં ક્ષણભંગુર સુખ સમાયેલું છે જ્યારે આધ્યાત્મની સાથે કરેલું દરેક કર્મ તમને સાચા સુખની અનુભૂતિ કરાવે છે.

ત્યારે સ્વયં માટે શુભ ભાવના શુભ કામના રાખીને પોતે જ પોતાના સુખનું કારણ બનીએ અને નકારાત્મક ઉર્જાને અલવિદા કહીને તનાવ મુક્ત બનીએ.

આ કાર્યક્રમમાં રંગીલા રાજોટવાસીઓએ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે આ કાર્યક્રમ 16 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે તો બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજકોટવાસીઓને ભાવભર્યું આમંત્રણ છે અને તનાવ મુક્ત થઈને સુખી જીવન જીવવા માટે આ કાર્યક્રમનો અચૂક લાભ લેવા અનુરોધ કરેલ છે.

‘અલવિદા તનાવ કાર્યક્રમ’નો કાલથી પ્રારંભ થયો છે ત્યારે અબતક ચેનલ અને ડિજીટલના માધ્યમ દ્વારા હજારો લોકોએ લાઇવ નિહાળ્યું.

આદ્યાત્મિક શાંતિ માટે બ્રહ્માકુમારી દેશભરમાં અભિયાન ચલાવે છે: ધનસુખભાઈ ભંડેરી

રાજકોટ ખાતે ચાલી રહેલી બ્રહ્માકુમારીની તળાવ મુક્ત શિબિરમાં પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે બ્રહ્માકુમારીની પ્રવૃત્તિ આધ્યાત્મિક માર્ગેથી મનુષ્યને સાચા રસ્તે વાળવા માટે ખૂબ અસરકારક છે આબુમાં પણ 10 10 દિવસની શિબિરો માં હજારો લોકો આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે મેં પણ તેનો અનુભવ કર્યો છે હું બ્રહ્માકુમારી ના આધ્યાત્મિક કાર્યક્રમો નો અવશ્યપણે લાભ લવ છું પૂનમ દીદી ના અલવિદા તનાવના 8 થી 16 તારીખ સુધીના કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને તેમને આધ્યાત્મિક શાંતિ માટે સાચા રસ્તે લોકો જોડાયા છે તેનો મને આનંદ છે હું પોતે એક શ્રોતા તરીકે આ કાર્યક્રમમાં જોડાવું છું આ કાર્યક્રમથી આધ્યાત્મિક શાંતિનો મને પોતાને અનુભવ થયો છે વિચારોમાં સ્પષ્ટતા અને શુદ્ધતા આવે છેઅને તેના ફાયદા પણ મને દેખાઈ રહ્યા છે તનાવ મુક્ત જીવન અને માનસિક શાંતિ અહીંના સાચા આશીર્વાદ છેદેશભરમાં આધ્યાત્મિક શાંતિ માટે બ્રહ્માકુમારીનું અભિયાન ચાલે છે રાજકોટમાં ચાલી રહેલા અલવિદા તનાવ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે

લોકો આધ્યાત્મિક બને અને અંતર આત્માના આનંદ સાથે દોસ્તી કરે: રેખા દીદી

હું બ્રહ્માકુમારી સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલી છું રાજકોટમાં ચિંતામુક્ત માહોલ ઊભો થાય ભય અને તનાવ ની પરિસ્થિતિ હટે અને લોકો નું જીવન આધ્યાત્મિક બને ખુશી સાથે દોસ્તી થાય ગમે તેવી પરિસ્થિતિમાં વ્યક્તિ મજબૂત બને ભગવાનનો કેવી રીતે સાથ મળે એ આ પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય છે હું તમને અબ તકના માધ્યમથી આ શિબિરનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરું છું આપના જીવનમાં પણ ખુશી એટલી બધી આવે કે આપ પણ આપની ચિંતા માંથી મુક્ત થઈ અને એક લોકો માટે પ્રેરક બનો ઓમ શાંતિ પ્રવૃત્તિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.