એડવાન્સ સ્ટેજમાં કેન્સર પહોંચી ચુક્યું હોય તેવા દર્દીઓ પણ જો અઠવાડિયામાં ત્રણ વાર ૩૦ મિનિટ સુધી ચાલે તો તેનાથી દર્દીની રૂટિન લાઈફ ઈમ્પ્રુવ થઈ શકે છે અને બિમારીમાંથી ઉઠવા માટે હકારાત્મક અભિગમ આવે છે.

લંડનના સંશોધકોનું કહેવું છે કે ચાલવું એ ખૂબ જ સહેલાઈથી થઈ શકે તેવી ફિઝિકલ એક્ટિવિટી છે. જે દર્દીને શારીરિક અને માનસીક બંને રીતે ફાયદાકારક છે. તેમજ ચાલવાથી દર્દી માનસીક અને ઈમોશનલ ફ્રીડમ અનુભવે છે. કેન્સરના દર્દીઓએ શક્ય હોય ત્યાં સુધી ચાલવાની એક્સર્સાઈઝ કરતાં રહેવાથી હકારાત્મક્તા આવે છે.

1702894046

ચાલવાથી જીવલેણ કેન્સરથી બચી શકાય છે. આ દરમિયાન સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ચાલવાથી કેન્સરમાં ઘટાડો નોંધાયો હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું. આ સાથે શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. તેમજ ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. વૈજ્ઞાનિકોના મતે ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વિમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે.

આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે. તેમજ નિયમિત રીતે સામાન્ય કસરતથી અને ચાલવાથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.