પેનલ્ટી શૂટઆઉટમાં મોરોકોએ સ્પેન સામે બાજી મારી, ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ !!!
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની સાતમી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સ્પેન વચ્ચે રમાઈ હતી. જ્યારે બીજો સૌથી મોટો રોમાંચક મેચ પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે રમાયો હતો. પ્રથમ મેચીની જો વાત કરવામાં આવે તો , મોરોક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 3-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે.સ્પેનિશ ટીમ 2010માં ચેમ્પિયન બની હતી. ત્યારથી તે પ્રી-ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શકી નથી. તે અત્યાર સુધીમાં ચાર વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ મોરોક્કોની વાત કરીએ તો તે હજુ સુધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યું નથી. 1986માં તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો.મોરોક્કોએ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 2010ના ચેમ્પિયન સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. સ્પેનિશ ટીમ સતત બીજી વખત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. ગત વખતે તેને પેનલ્ટી શૂટઆઉટમાં રશિયાએ હાર આપી હતી. લોકો સામેના મેચમાં ત્રણ સ્પેનિશ ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ નીકળ્યા હતા. પેનલ્ટી શૂટ આઉટ પહેલા બંને ટીમોએ આક્રમકતા દાખવી હતી અને બંને હાફમાં એક પણ ગોલ નોંધાયો ન હતો માટે પેનલ્ટી શૂટઆઉટ નો સહારો લેવાયો તો જેમાં મોરો કોઈ સ્પેન જેવી મજબૂત ટીમને પછાડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પોર્ટુગલ અને સ્વીઝરલેન્ડ વચ્ચેનો મેચ પણ અત્યંત રોમાંચક તબક્કામાં આવી ગયો હતો. અને પોર્ટગલે સ્વિત્ઝરલેન્ડને 6-1થી માત આપી હતી. પોર્ટુગલ તરફથી રામો સે હેટ્રિક ગોલ્ડ ફટકાર્યા હતા અને અન્ય ત્રણ ખેલાડીઓએ ત્રણ ગોલ કરી કુલ છ ગોલ ફટકારી સ્વીઝરલેન્ડ ને ટુર્નામેન્ટ માંથી બહાર ફેક્યું હતું અને પોતાને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવામાં ઉપયોગી પણ નિવડિયા હતા. રોનાલ્ડોની જગ્યાએ ના કોચ ફર્નાન્ડો સાંતોષે રામોસને રમાડવાનો નિર્ણય લીધો હતો. નિર્ણય ખરા અર્થમાં ટીમ માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થયો કારણ કે ખેલાડીએ 17મી મિનિટ, 51મી મિનિટે અને 67મી મિનિટે ગોલ ફટકાવ્યો હતો. રામોસ સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે 10 મિનિટ આ પૂર્વના મેચમાં રમ્યો હતો.
તેની એ દસ મિનિટની રમત આંતરરાષ્ટ્રીય ખેલાડી જેવી નજરે પડી હતી. જેને ધ્યાને લઈ ટીમના પહોંચે સ્વીઝરલેન્ડ સ્વામીના મેચમાં તેને રમવાની તક અને એક અવસર આપ્યો જેનો લાભ હવે ખેલાડીએ લીધો અને હેટ્રિક ગોલ ફટકારી દીધા.