વર્ષ ૧૯૯૩માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટનો આરોપી અબુ સાલેમ હાલ તલોજા જેલમાં કેદ
વર્ષ ૧૯૯૩માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમની ફિદમતદારી ભારત કરી રહ્યું છે કે નહિ ?? તેની દલાલી કરવામાં પોર્ટુગલને રસ પડયો છે. મુંબઈ સીરીયલ બ્લાસ્ટમાં બોમ્બ ધમાકામાં એક બીલ્ડરની હત્યા અને સહભાગીદારીમાં દોષીત અબુ સાલેમની જેલનું મુલ્યાંકન કરવા પોર્ટુગલ સરકાર ભારતની મુલાકાતે આવવા ઈચ્છે છે.
પોર્ટુગીઝો એ જોવા માંગે છે કે ભારત સરકાર દ્વારા અબુ સાલેમની પ્રત્યર્પણ માટે કરાયેલી નિર્ધારિત શરતોનું પાલન ાય છે કે નહીં ? જો કે, નવીદિલ્હી અબુ સાલેમને મૃત્યુદંડની સજા ન ફટકારવા સહમત થઈ ગઈ છે. આ સાથે અબુ સાલેમને ૨૫ વર્ષથી પણ વધુ જેલની સજા ન દેવા સહમતી દાખવાઈ છે.
લિસ્બનમાં સાલેમના વકીલ મૈન્યુએલ લુઈસ ફેરેરાએ ત્યાંના વિદેશ મંત્રી ઓગસ્ટો સૈટોસને એક પત્ર લખી કહ્યું છે કે, તેઓ સાલેમની સાથે ભારત રહેવા ઈચ્છે છે. પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, અબુ સાલેમ ભારતમાં નવી મુંબઈની તાલોજા જેલમાં ઉચ્ચ સુરક્ષાી સજ્જ જેલમાં છે.
પત્રમાં ફેરેરાએ લખ્યું કે તે અહીં પ્રોપર સનીય પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, લિસાબોનાના ચેલાસમાં વર્ષ ૨૦૦૨માં સાલેમની ધરપકડ કરાઈ હતી અને ભારતમાં આપરાધિક મુકદમાનો સામનો કરતા નવેમ્બર ૨૦૦૫માં એકસ્ટ્રાડાયેટ થયો હતો.