ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધીના કારણે મૃત્યુદંડી બચી જનાર સાલેમ હવે બહાર નીકળવાની ફીરાકમાં
વર્ષ ૧૯૯૫માં થયેલા પ્રદિપ જૈન મર્ડર કેસ અને ૧૯૯૩ના મુંબઈ સીરીયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલો અબુ સાલેમ જેલમાંથી બહાર નીકળવા પોર્ટુગલ કોર્ટમાં અરજી કરવા જઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધીના કારણે અબુ સાલેમને ફાંસીની સજા થઈ શકી નહોતી. હવે આજ સંધીનો સહારો લઈ સાલેમ ભારતમાંથી નીકળવા માંગે છે.
ડિસેમ્બર મહિનામાં અબુ સાલેમે ભારતમાંથી નીકળવા પોર્ટુગલને અરજી કરી હતી. ભારતે પ્રત્યાર્પણના નિયમોનો ભંગ કર્યો હોવાની દલીલ સાલેમે કરી હતી. આ કેસમાં સાલેમે પોર્ટુગલ સ્થિત ભારતીય રાજદૂતની સાક્ષીની માંગણી પણ કરી હતી. જો કે, ભારત નથી ઈચ્છતુ કે અબુ સાલેમના કેસમાં ભારતીય રાજદૂર સાક્ષી બને. આ મામલે ભારતે તૈયારીઓ કરી છે. અબુ સાલેમે પોર્ટુગલના વિદેશ મંત્રાલય તેમજ કોર્ટને પ્રત્યાર્પણ સંધીમાં તપાસ કરવાની જરૂર હોવાનું કહ્યું છે.
આ કેસમાં ભારત સરકાર તેમજ પોર્ટુગલના વિદેશ મંત્રી તેમજ મીનીસ્ટ્રી ઓફ જસ્ટીસ ૧૦ દિવસમાં ચર્ચા વિચારણા કરી અંતિમ નિર્ણય લેશે. આ મુદ્દે સાલેમની અરજી પર આગળ વધવુ કે કેમ તે અંગેનો નિર્ણય કોર્ટ પર છોડવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, સાલેમને પોર્ટુગલ સોની સંધી હેઠળ ૨૦૦૫માં ભારતમાં લવાયો હતો. ત્યારબાદ તેના પર કેસ ચાલ્યો હતો. જેમાં બ્લાસ્ટ કેસમાં તેને ફાંસીની સજા વાની હતી. જો કે પોર્ટુગલ સોની સંધીના કારણે તે રોકી દેવાઈ હતી અને આજીવન કારાવાસની સજા પડી હતી.