પોર્ટના પ્રથમ ફેઈસનું ઉદ્ઘાટન: સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરો માટે ચાબહાર પોર્ટ અગત્યનું બની રહેશે

આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્થિક-સામાજિક અને રાજકીયસ્તરે ભારતને વધુ મજબૂત બનાવતા અતિ મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટ આજથી ધમધમી ઉઠયું છે. પાકિસ્તાનને બાયપાસ કરી વિશ્ર્વ સાથે જળમાર્ગે વેપાર સઘન બનાવવા આ પોર્ટ ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને ઈરાન માટે ખૂબજ અગત્યનું બની ગયું છે.

વડાપ્રધાન મોદીએ શપથ લીધા બાદ સૌપ્રથમ બેઠક અફઘાનિસ્તાનના વડાપ્રધાન સાથે કરી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ દુરંદેશી વાપરી ચાબહાર પોર્ટ સહિતના પ્રોજેકટનો પાયો નાખવાની શ‚આત કરી હતી. ચાબહાર પોર્ટના કારણે વેપાર-વાણીજય માટે જળ માર્ગ ટૂંકો અને સુરક્ષીત થઈ ગયો છે. સૌપ્રથમ ક્ધટેનર અગાઉ ભારતે ચાબહાર પોર્ટ થઈને મોકલ્યું હતું.

ત્યારબાદ ગઈકાલે ચાબહારનો પ્રથમ ફેઈસ શ‚ થઈ ગયો છે. ચાબહાર પોર્ટ ગલ્ફ ઓફ ઓમાનમાં છે જે પાકિસ્તાનમાં ચાઈના દ્વારા નિર્માણાધીન ગ્વાદર બંદરથી માત્ર ૮૫ કિ.મી.નજીક છે. ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને જોડવા મહત્વનું બની રહેશે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની ઉપસ્થિતિમાં ગઈકાલે પ્રથમ તબકકાનું ઉદ્ઘાટન થયું હતું.

માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ પણ શપથ લીધા બાદ અફઘાન સાથે જોડતા સીકસ લેન રોડ માટે ૫૦ હજાર કરોડના મહાકાય પ્રોજેકટની જાહેરાત કરી હતી. કુટનીતિ અને આર્થિક દ્રષ્ટીએ આ પ્રોજેકટ ભારત ઉપરાંત અફઘાનિસ્તાન માટે મહત્વનો બની જાય છે. આતંકવાદી ગતિવિધિઓ સામે લડતના ભાગ‚પે અફઘાનિસ્તાન સાથે જળ-માર્ગ સાથે જોડાવવું ભારત માટે અગત્યનું છે.

ઈરાન અને અફઘાનિસ્તાનના સહયોગથી ચાબહારનો વિકાસ થઈ રહ્યો છે. અગાઉ ચાબહાર પોર્ટ થઈને ભારતે અફઘાનિસ્તાનમાં ૧૧૦૦૦૦ ટન ઘઉં મોકલ્યા હતા. ત્યારબાદ હવે પ્રથમ તબકકાની શ‚આત થઈ જતા અનેક મહત્વની ચિજ-વસ્તુઓ મોકલી શકાશે.

આ પોર્ટનો લાભ સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરોને ખૂબજ મળશે. ચાબહાર પોર્ટથી સૌરાષ્ટ્રના બંદરોનું અંદર વધુ નથી પરિણામે માલ-સામાન ઉતારવા માટે સૌરાષ્ટ્રના બંદરો અનુકુળ બન્યા છે. સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરોને સીધા ચાબહાર સાથે જોડી શકાય છે. ઉપરાંત આ માર્ગ ઓછો જોખમી હોવાનું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.