ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જોકે આજે સવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદે પોરો ખાયો છે. ગત 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવી, મુદ્રા, નખત્રાણામાં સવા ઈંચ, અબડાસા, ભુજ, જેશરમાં એક ઈંચ વરસા. વરશ્યો હતો અને રાજ્યમાં સિઝનનો કુલ 101.40 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છના માંડવી, મુદ્રા, નખત્રાણામાં સવા ઈંચ, અબડાસા, ભુજ, જેશરમાં એક ઈંચ વરસાદ: રાજ્યમાં સિઝનનો 101.40 ટકા વરસાદ વરસી ગયો
છેલ્લા ત્રણ ચાર દિવસ ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ આજથી વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી દિવસોમાં પણ ભરે વરસાદ થવાની શક્યતા નહિવત છે. હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છેકે, આવતી કાલે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 22થી 25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.’અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે.