લગ્નના બે માસ બાદ પત્ની માતાની ખબર કાઢવાના બહાને છનન: જેતપુરના બે શખ્સો સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

પોરબંદરના લગ્ન ઇચ્છુક યુવકને જેતપુરના બે શખ્સોએ પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કરાવી બે શખ્સોએ એક લાખ પડાવ્યા બાદ દુલ્હન માતાની ખબર કાઢવાના બહાને ઘરમાંથી રૂ.૧૦ હજાર લઇ પરત ન આવી અન્ય યુવક સાથે લગ્ન કરી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પોરબંદરના કડીયા પ્લોટમાં રહેતા કિશોર કાનાભાઇ સોલંકી નામના યુવાને જેતપુર નવાગઢના કાળા ઉગા સોલંકી, પ્રેમજી અરજણ સોલંકી અને નાગપુરની સ્મીતા પ્રેમ ઢોલે સામે રૂ.૧.૧૦ લાખની છેતરપિંડીની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

કિશોરભાઇ સોલંકીના લગ્ન ન થતા હોવાથી જેતપુર નવાગઢના કાળા ઉગા અને પ્રેમજી સોલંકીએ એક લાખ લઇ નાગપુરની સ્મીતા સાથે લગ્ન કરાવ્યા હતા. સ્મીતા પત્ની તરીકે કિશોરને ત્યાં બે માસ રહ્યા બાદ પોતાની માતાના ખબર પૂછવા જવાના બહાને ઘરમાંથી રૂ.૧૦ હજાર લઇ જતી રહ્યા બાદ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા કિશોરભાઇ સોલંકી ત્રણેય સામે ઠગાઇ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.આર.વાણીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.