પાંચ માસ પહેલાં કુછડી ગામના તળાવમાંથી મળી લાશ મળી આવી’તી: મોબાઇલ કોલ ડીટેઇલની મદદથી ભેદ ઉકેલાયો
પોરબંદરના બાપુનગર વિસ્તારમાં રહેતી વિધવાની પાંચેક માસ પહેલાં કુછડી ગામના તળાવમાંથી લાશ મળી આવતા પોલીસે મોબાઇલના કોલ ડીટેઇલના આધારે ભરવાડા ગામના બે શખ્સો લગ્નના પ્રશ્ર્ને ઝઘડો કરી હત્યા કરી લાશને પથ્થર સાથે બાંધી કુછડીના તળાવમાં ફેંકી દીધાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મહારાષ્ટ્રના નાગપુરની વતની અને પતિના અવસાન બાદ પોરબંદર સ્થાયી થયેલી કવિતાબેન નરેન્દ્રભાઇ ઠાકર નામની વિધવાની પાંચેક માસ પહેલાં કુછડીના તળાવમાંથી મળી આવેલી લાશ અંગે પોલીસે મોબાઇલના કોલ ડીટેઇલની મદદથી ભેદ ઉકેલી તેણીની હત્યા ભારવાડા ગામના કરશન હાજા સાદીયા અને ભરત પૂંજા ખરા નામના શખ્સોએ કર્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
મૃતક કવિતાબેનના પતિ નરેન્દ્ર ઠાકરનું બીમારી સબબ મોત થયા બાદ માતા આશાવંતીબેન સાથે રહેતી હતી તે દરમિયાન ભારવાડાના કરશન હાજા સાદીયાના પરિચયમાં આવી હતી અને બંને દરરોજ મોબાઇલમાં વાતચીત કરતા તેમજ કરશન સાદીયા અવાર નવાર ઘરે મળવા આવતો હોવાથી તેને હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધા અંગેની શંકા સાથે મૃતક કવિતાના ભાઇ રામેશ્વરે પોલીસમાં અરજી આપી હતી.
અરજીની એલસીબી દ્વારા કરાયેલી તપાસમાં મોબાઇલના કોલ ડીટેઇલ મળી આવતા પોલીસે કરશન હાજા સાદીયા અને ભરત પુંજા ખરા વિ‚ધ્ધ હત્યા અંગેના પુરાવા મળી આવ્યા હોવાથી બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા બંનેએ લગ્નના પ્રશ્ર્ને કવિતા સાથે ઝઘડો થતા હત્યા કર્યાની કબુલાત આપી છે.