અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન વાસ્તુ શાસ્ત્રીએ આપી વિગતો
પોરબંદરના જાણીતા વાસ્તુ શાસ્ત્રી, જયોતિષ ડો.હિતેશ મોઢાને તાજેતરમાં મુંબઈ ખાતે યુનેસ્કો સંલગ્ન યુનિ. દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો.હિતેશ મોઢાને આ ત્રીજો ગોલ્ડ મેડલ એનાયત થયો છે. આજે તેઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
મુંબઈની પ્રસિધ્ધ હોલી એંજલ કોલેજ તથા યુનેસ્કો સાથે સંલગ્ન એ.યુ.જી.પી. યુનિવર્સિટી યુ.એસ.એ. દ્વારા વિશ્ર્વ શાંતિ તથા ભારતીય સભ્યતા હેઠળ ડો.હિતેશ મોઢાને ગોલ્ડ મેડલ તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મુંબઈ ખાતે તાજેતરમાં યોજાયેલા સમારોહમાં યુ.એન.ગ્લોબલ પીસ એમ્બેસેડર અને એ.યુ.જી.પી. યુનિવર્સિટી યુ.એસ.એ.ના સ્થાપક ડો.મધુ કિશન્નના વરદ હસ્તે ડો.મોઢાને ગોલ્ડ મેડલ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ યુનિવર્સિયી દ્વારા વિશ્ર્વના અનેક મહાનુભાવોને ડોકટરેટની પદવી ઉપરાંત સુવર્ણ પદક, પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
જેમનું સમાજમાં કંઈ વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન હોય, વિશ્ર્વબંધુત્વ અને વિશ્ર્વ શાંતિની ભાવનાથી કોઈ સારી પ્રવૃત્તિ કરતું હોય અને કોઈ પ્રકારની અસામાજીક પ્રવૃતિમાં તેમનું નામ સંડોવાયેલું ન હોય એવી વ્યક્તિ વિશે સંપૂર્ણ તપાસ કર્યા બાદ યુનિ. દ્વારા જે તે વ્યક્તિની ગોલ્ડ મેડલ માટે પસંદગી કરવામાં આવતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડો.હિતેશ મોઢાનું આ ૧૯મું સન્માન છે. થોડા વર્ષ પહેલા તેમને ઈંડીયન એસ્ટ્રોલોજીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા બે સુવર્ણ પદક સાથે જયોતિષ અને વાસ્તુ શાસ્ત્રની ઉપાધી અને આર્ય જયોતિષ ગૌરવ પુરસ્કાર અર્પણ થયા હતાં. આમ ડો.મોઢાને આ ત્રીજો સુવર્ણ પદક મળ્યો છે. મિત્રો, સમાજના આગેવાનો દ્વારા ડો.હિતેષ મોઢા પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.
આ પ્રસંગે બોલીવુડ સેલીબ્રીટી સતિષ કૌશિક, પરેશ મહેતા, પાલ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.