પોરબંદરની ચોપાટી નજીકથી વીસેક દિવસ પહેલા દુર્લભ ગણાતું માસ્કડ બુબી પક્ષી બિમાર હાલતમાં મળી આવ્યું હતું, જેની વન વિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાના યુવાનોએ વીસ દિવસની સારવાર કર્યા બાદ ફરી આ પક્ષીને દરિયાકાંઠે મુક્ત કયુઁ હતું. પોરબંદરના કનકાઈ મંદિર નજીક ચોપાટીના દરિયા કિનારે વીસેક દિવસ પહેલા પક્ષીપ્રેમી યુવાનોને માસ્કડ બુબી નામનું પક્ષી બીમાર હાલતમાં મળી આવતા આ પક્ષીને પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યું હતું.
આ પક્ષી પેલીજીક પક્ષી છે અને જે મધ દરિયાનું પક્ષી છે. જે મુખ્યત્વે આંદામાન નિકોબાર ટાપુ પર જોવા મળે છે. શેશેલ્સના ટાપુઓ પર આ પક્ષી માળાઓ બનાવે છે. આ પક્ષી ભારત દેશમાં માઈગ્રેટ કરીને આવતું નથી. આ અતિ દુર્લભ પક્ષી આપણે ત્યાં જવûે જ જોવા મળતું હોવાથી પક્ષી વિદ્દો રોમાંચીત થઈ ગયા હતા. આ પક્ષીની ખાસિયત એ છે કે તે મધદરિયે 100 ફૂટ ઊંચાઈથી દરિયામાં ડાઈવ કરીને માછલી પકડે છે.
આ પક્ષી મધ દરિયેથી તાઉતે વાવાઝોડાના સમયમાં વાતાવરણમાં થયેલા પલટાના કારણે પોરબંદરના દરિયા કાંઠે આવ્યું હતું. આ પક્ષીને પૂરતો ખોરાક ન મળતા અશિક્તતના કારણે બીમાર પડ્યું હતું. જેથી અભ્યારણ્યના પક્ષીપ્રેમી યુવાનો દ્વારા વીસ દિવસ સુધી આ પક્ષીની દેખરેખ અને સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ આ પક્ષી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને આજે દરિયાકાંઠે મુક્તત કરવામાં આવ્યું હતું.