ગર્ભિણી પરિચર્ય એવ યોગાભ્યાસ નામના બે પુસ્તકોનું વિમોચન કરતા પૂ. શ્રી રમેશભાઇ ઓઝા

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રેરિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 100 દિવસની ગણનાના અભિયાન અંતર્ગત ઇન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જામનગર દ્વારા મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ યોગ, નવી દિલ્હીના સહયોગ તથા જિલ્લા વહીવટી તંત્રની મદદથી સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત એવા પોરબંદર મુકામે સામાજિક સુખાકારી માટે યોગ વિષય વસ્તુ આધારિત 95મા યોગોત્સવનું કીર્તિ મંદિર અને આર્ય ક્ધયા ગુરુકુલ પરિસરમાં આયજન કરવામાં આવ્યું હતું.

Yogotsav ITRA 6

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ બાબુભાઇ બોખીરીયા, લોકપ્રિય નેતા અને પોરબંદરના ધારાસભ્ય હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું અને આ પ્રસંગે વૈદ જોબન મોઢા, ડેપ્યુટી ડાયરેકટ, ફાર્મસી, આઇટી આર.એ., વૈદ્ય અર્પણ ભટ્ટ ડીન, પ્લાનિંગ અને ડેવલપમેન્ટ, આઇટીઆરએ અને પોરબંદરના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતાં પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ગર્ભિણી પરિચર્યા એવં યોગાભ્યાસ નામના બે પુસ્તકોનું વિમોચન પૂ. ભાઇશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પૂ. ભાઇશ્રીએ અષ્ટાંગન યોગને સ્વસ્થ શબ્દની સમજૂતી તથા એકંદર સુખાકારીમાં તેનું મહત્વ દર્શાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.