હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે. છેલ્લા બે દિવસ થયા મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં અતિશય વરસાદ પડવાથી ગામો બોટમાં ફેરવાય ગયા છે. મુખ્યતેવ નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને તકલીફ ઉભી થઈ છે. જયારે પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.
પોરબંદરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે કોઈને તકલીફના થાય એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. આ સાથે કુંજવેલમાં પાણી આવી જતા પોરબંદર ખંભાળિયા હાઇવે બંધ થઈ ગયો છે.
ધોધમાર વરસાદ પડતા પોરબંદર ખંભાળિયા હાઇવે પર પાણી ભરાય ગયું છે. સંપૂર્ણ હાઇવે પર વાહનોની અવર-જવર પર સમસ્યા ઉભી થવામાં આવી છે. હાઈવે પર સફર કરતા લોકોનો રસ્તો પાણીએ રોકી રાખ્યો છે. મુસાફરો હવે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે.