માધવપુર ઘેડ ખાતે વિધિવાદ પરંપરાગત રીતે ભગવાંન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજી તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે દેવદિવાળી ને દિવસે અગિયારસ ને દિવસે કન્યા પક્ષના મહંત પંકજભાઈ નિમાવતને સુધીરભાઈ નિમાવત રુક્ષ્મણીજી ના મઢ મધુવન માં થી વાજતે ગાજતે માંધાવરાઈજી ના નિજ મંદિરે રુક્ષ્મણીજી નું તેડું કરવા માટે નિકળિયા ત્યાર બાદ કન્યા પક્ષ દ્વારા રુક્ષ્મણીજી ને મધુવન માં રુક્ષ્મણીજીના મઢમાં બિરાજમાન કરવા માં આવ્યા હતા. ત્યાં માતાજીની આરતી કરવામાં આવી હતી તેમજ રાજભોગ ધરવામાં આવ્યો હતો.,
માંધાવરાઈજી ના વર પક્ષના રૂચિરભાઈ સેવક તેમજ યજમાન જયુભાઈ જોગ્યા પોરબંદર વારા દ્વારા લગ્ન વિધિ કરવા મા આવી હતી તેમજ કન્યા પક્ષ દ્વારા દેવદિવાળી ને દિવસે સાંજીના ગીતો ગાવા માં આવે છે ત્યાર બાદ વર પક્ષ દ્વારા માંધવરાઈજી ના નિજમંદિરે થી રાત્રી ના ૯ કલાકે વરણાગી (ફૂલેકું) માધવરાયજી ના નિજ મંદિરેથી લઈને બ્રામકુંડ સુધી લઈ જવામાં આવ્યું. ત્યારે રસ્તામાં કીર્તન અને ઢોલના તાલે રાસગરબા રમજત સાથે વરણાગી મેનબજાર માં માધવરાયજી ના નિજમંદિરે પરત ફરી છે ત્યાર બાદ દેવદિવાળી ના બીજા દિવસે વાજતે ગાજતે ભગવાંન શ્રી કૃષ્ણની જાન નિજ મંદિરે થી બોપરે નીકળી હતી
ત્યાર પછી ભગવાંન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી મંડપમાં બીરાજ માન કરાયા છે ને કન્યા પક્ષ દ્વારા રુક્ષ્મણીજી ને સુંદર વસ્ત્રો પહેરાવી ને ફૂલહાર સંગારવા માં આવ્યો. ત્યાર બાદ મંડપ માં લઈજવાય છે મધુવન માં આવેલ ચોરી મારા ના લગ્ન સ્થળ ઉપર હિન્દુ સંસ્કૃતિ મુજબ 7.00 કલાકે લગ્ન વિધી સારું કરવા માં આવે છે ભગવાંન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી વિધિવાદ ૩ ફેરા ફેરવા માં આવે છે ફેરા ફરિયા બાદ વિવાહ સમાપ્ત થાય છે ને ભોજન રૂપે કંસાર પરસાદી આપવા માં આવે છે. રુક્ષમણીજી એટલે કે કન્યા ની વિદાય કરવા માં આવે છે.
માધવરાયજી ના નિજ મંદિરે પોહચી હતી ને તેના પોખાણા કરવા માં આવિયા હતા ને આ રીતે હર સાલ વિધિવાદ તુલસી વિવાહ ના પ્રસગ ધામ ધૂમ થી કરાઈ છે આ તુલસી વિવાહ ની તમામ વિધિ પોરબંદર નિવાસી જયુભાઈ જોગ્યા અને તેના પરિવાર દ્વારા ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના પોખળા કરવા આવ્યા હતા ને આ લગ્ન તેવો દ્વારા તનમન ને ધન થી ધામ ધૂમ થી કરાવા માં આવિયા હતા આજ રીતે હર સાલ અલગઅલગ ભગતી વાનો દ્વારા લગ્ન કરવા નો લાવો લઈ ને ધન્યતા અનુભવે છે ત્યારે તેને નિહાળવા માટે મોટે સખીયા માં ભાવિ ભગતી વાનો અને માધવપુર સહિત ના ગ્રામ જનો મોટી સખીયા માં ઉમટી પડિયા હતા ને તેવો ધન્યતા અનુભવી હતી